નવી દિલ્હી : પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદી કેમ્પો પર ભારતે હવાઇ હુમલા કર્યા બાદ પાકિસ્તાન જારદાર રીતે ભયભીત છે. હચમચી ઉઠેલા પાકિસ્તાને હવે બાલાકોટમાં એર સ્ટ્રાઇકથી ડરી ગયા બાદ સરહદ પર ચીની મિસાઇલો ગોઠવી દીધી હોવાના હેવાલ મળ્યા છે. ગુપ્તચર હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને ઇસ્લામાબાદમાં પણ રેનબો સીએચ-૪ અને સીએચ-૫ ડ્રોન તૈનાત કરી દીધા છે. પાકિસ્તાને પાંચ એલવાય-૮૦ અને આઇબીઆઇએસ-૧૫૦ રડાર તૈનાત કરી દીધા છે. ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને જારદાર વાઇ હુમલા ત્રાસવાદી કેમ્પો પર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન હવે ભયભીત છે. તે જાખમ લેવા તૈયાર નથી. સરહદ પર સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાને કેટલાક શહેરો અને સૈન્ય સ્થળોની આસપાસ સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દીધી છે. આ તમામ સ્થળ પર મધ્યમ અંતર સુધી માર કરવામાં સક્ષમ એવી ચીની મિસાઇલો ગોઠવી દીધી છે. નવેસરના હેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને સરહદ પર હવાથી હવામાં ત્રાટકી શકે તે પ્રકારની પાંચ એલવાય-૮૦ મિસાઇલો ગોઠવી દીધી છે. સાથે સાથે બાજ નજર રાખી શકે તે માટે આઇબીઆઇએસ -૧૫૦ રડાર ગોઠવી દેવામાં આવ્યા છે. અંકુશ રેખા પર નજર રાખવા માટે કેટલાક પગલા લીધા છે. ઇસ્લામાબાદમાં પણ સુરક્ષા મજબુત કરવામાં આવી છે. ઇસ્લામાબાદમાં સુરક્ષાની દ્રષ્ટિએ ચીની નિર્મિત રેનબો સીએચ-૪ અને સીએચ-૫ ડ્રોન વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કબજા હેઠળના વિસ્તારો બાલાકોટમાં ઘુસીને ભારતે હવાઇ હુમલા કર્યા હતા. જેમાં ત્રાસવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ભારતે પાકિસ્તાનના ત્રણ ડ્રોનને પણ તોડી પાડ્યા હતા. એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાની હવાઇ દળને ભય છે કે ભારત ક્યારે પણ આવી કાર્યવાહી ફરી કરી શકે છે. આને ધ્યાનમાં લઇને પાકિસ્તાને ચીન પાસેથી તેને મળેલી મિસાઇલો સરદ નજીક તૈનાત કરી છે. બીજી બાજુ એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે ચીને ભારત-પાકિસ્તાન સરદથી માત્ર ૯૦ કિલોમીટરના અંતરે પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં પોતાની સેનાની એક ટુકડી તૈનાત કરી છે. આ ધડાકો રશિયન મિડિયામાં કરવામાં આવ્યો છે. ચીન પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાથી ખુશ નહીં હોવાના કારણે પોતાના પ્રોજેક્ટની સુરક્ષા માટે આ જવાનો ગોઠવી દીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતી હજુ પણ જટિલ બનેલી છે.
જાણકાર નિષ્ણાંતો કહે છે કે પાકિસ્તાની સેનાએ વર્ષ ૨૦૧૭માં એલવાય -૮૦ મિસાઇલો પોતાના કાફલામાં સામેલ કરી હતી. આ એવા પ્રકારની મિસાઇલો છે જેને એક જગ્યાથી બીજી જગ્યા પર સરળતાથી લઇને જઇ શકાય છે. તે ૪૦ કિલોમીટર સુધી કોઇ પણ લક્ષ્યને સરળતાથી મારી શકે છે.જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે એટલે કે ૨૬મી ફેબ્રુઆરીના દિવસે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરો સામેલ હતા. પુલવામા હુમલાના ૧૨ દિવસ બાદ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવા માટે વહેલી પરોઢે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્રાસવાદી અડ્ડાઓ ઉપર મિરાજ ૨૦૦૦ વિમાન મારફતે ૧૦૦૦ કિલોગ્રામના બોંબ ઝીંકવામાં આવ્યા હતા. ૧૨ મિરાજ યુદ્ધ વિમાનો દ્વારા જૈશે મોહમ્મદના આલ્ફા-૩ કન્ટ્રોલ રુમ સહિત ત્રાસવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાલાકોટ અને ચપોટીમાં પણ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા હતા. જૈશે મોહમ્મદના તમામ અડ્ડાઓને આ ગાળામાં ફુંકી મારવામાં આવ્યા હતા.
બાલાકોટ, ચિકોટી અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને અન્ય ત્રાસવાદી સંગઠનોના અડ્ડાઓને ત્રાસવાદીઓ સાથે ફૂંકી મારવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન ૨૧ મિનિટ સુધી ચાલ્યું હતું જે ગાળામાં ભારતીય હવાઇ દળના યુદ્ધવિમાનો પાકિસ્તાનમાં ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસી ગયા હતા. પાકિસ્તાની સરહદમાં બોંબ વર્ષા કરવામાં આવી હતી. વહેલી પરોઢે ૩.૪૫ વાગે બાલાકોટમાં ત્યારબાદ મુઝફ્ફરાબાદ અને ચિકોટીમાં હુમલા કરવામાં આવ્યા હતા