ભારતે હાલમાં જ નોન બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના કારણે વિદેશમાં રહેતા ભારતીયોએ મોલમાં જઈને ચોખા મેળવવા માટે પડાપડી કરી હતી. ભારતના આ ર્નિણયનો ફાયદો પાકિસ્તાન ઊઠાવવા માટે ચોખાની નિકાસ વધારવાનો પ્રયત્ન કરશે. રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશન ઑફ પાકિસ્તાન ચાલુ નાણાકીય વર્ષમાં ૩ બિલિયન ડોલરના મૂલ્યના ૫ મિલિયન ટન ચોખાનું લક્ષ્ય હાંસલ કરવા અંગે આશાવાદી હતા. પણ પાકિસ્તાનના વેપારીઓએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે. પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
મોઘવારીને કારણે સામાન્ય માણસને ગુજરાન ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. વીજળી સહિતની જરુરી સુવિધા મોંઘી થતા, લોકો ભૂખ્યા જ સૂઈ જવા માટે મજબૂર બન્યા છે. પાકિસ્તાન સરકાર પોતાના જ દેશના લોકોની ભૂખ શાંત કરવામાં નિષ્ફળ નીવડી રહી છે, ત્યા તો તે તેમના ભાગના ચોખા આખા વિશ્વમાં વહેંચવા નીકળ્યા છે. આતંકવાદ અને મગજ વગરના નેતાઓને કારણે પાકિસ્તાન પહેલાથી બદનામ છે. પોતાને દેશ ચલવવા માટે પાકિસ્તાની સરકારે અમેરિકા જેવા દેશ પાસે લોન લેવી પડે છે. તેવામાં પાકિસ્તાનના નામની કોઈપણ વસ્તુ દુનિયાના માર્કેટમાં કોઈ સરળતાથી લેવા તૈયાર નથી.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળ્યું છે કે એક રિપોર્ટર પાકિસ્તાનમાં ચોખાના વેપારીઓને નિકાસ અંગેના સવાલની પૂછી રહી છે. આ પાકિસ્તાની વેપારીઓએ જાહેરમાં પોતાના દેશ અને સરકારની પોલ ખોલી રહી છે. પાકિસ્તાનના નામ પર ચોખા વેંચવામાં વેપારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓનો લેબલ લગાવીને આ ચોખાને વેંચી રહ્યા છે. ઘણા વેપારીઓ તો ભારતના કેટલાક વેપારીઓને ઓછા ભાવમાં ચોખા વેંચી રહ્યા છે. વેપારીઓએ સરકારની નીતીને લઈને પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.