પ્રેમ માટે માણસ કોઈ પણ હદે જઈ શકે છે. આ વાતને સાચી ઠારતા પાકિસ્તાનના એક કપલની એવી કહાની સામે આવી છે જાણીને દંગ રહી જશો. જ્યાં ૩૭ વર્ષના ઈફ્તિખારે બાળપણનો પ્રેમ મેળવવા માટે ૭૦ વર્ષની વૃદ્ધા કિશ્વર બીબી સાથે લગ્ન કર્યા. બંને એકબીજાને લાંબા સમયથી પસંદ કરતા હતા. પરંતુ ઉંમરના કારણે ઘરવાળા માનતા નહતા. ત્યારબાદ ઈફ્તિખારે લગ્ન કર્યા અને તેના ૬ બાળકો થયા. હવે આખરે બંનેએ પોતાની ઈચ્છા પૂરી કરતા એક બીજા સાથે લગ્ન કરી લીધા છે. તેમના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ પણ થઈ રહ્યો છે. બંનેના લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ઈફ્તિખાર ખુબ નાનો હતો ત્યારે જ તેને કિશ્વર બીબી સાથે પ્રેમ થઈ ગયો હતો. જ્યારે તેણે કિશ્વર બીબી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમની માતા માની નહીં. બીજી બાજુ કિશ્વરે પણ જીવનભર કોઈની પણ સાથે લગ્ન ન કરવાનો ર્નિણય લીધો. કિશ્વરને એ વાતનો અંદાજો નહતો કે ૭૦ વર્ષની ઉંમરે તેને જવાનો પ્રેમ મળશે અને લગ્ન થશે. કિશ્વર ૭૦ વર્ષના છે પરંતુ લગ્ન બાદ પણ તેમની ચાહત કોઈ યંગ કપલથી જરાય ઉતરતી નથી.
કિશ્વરને એક રિપોર્ટરે હનીમૂન ડેસ્ટીનેશન વિશે પૂછ્યું તો તેણે નીડર થઈને કરાચી અને મારીનું નામ આપ્યું હતું. કિશ્વરના નવા દુલ્હા ઈફ્તિખારે જણાવ્યું કે તેઓ પરિવારના કારણે મળી શક્યા નહીં. પરંતુ લગ્ન બાદ પણ ઈફ્તિખારે કિશ્વરને મળવાનું બંધ કર્યું નહતું. બંને છાશવારે પાર્ક કે અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા અને સમય પસાર કરતા હતા.