જાણો શું છે કુલભૂષણનો વિડીયો રિલીઝ કરવા પાછળની પાકિસ્તાનની ચાલ?

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આજે પાકિસ્તાન તરફ થી કુલભૂષણ જાદવ નો બીજો વિડીયો રિલીઝ કરવા માં આવ્યો હતો જેમાં કુલભૂષણ જાદવ તેઓ ની માતા અને પત્ની સાથે ની મુલાકાત વિષે વાત કરી હતી. ભારત ના નિષ્ણાતો મુજબ આ વિડીયો દબાવ માં અને આંતરરાષ્ટ્રીય જ્યુડીશિયરી માં પાકિસ્તાન નો બચાવ પક્ષ મજબૂત કરવા ના હેતુ થી રિલીઝ કરવા માં અવયોઉ છે.

આ વિડીયો અંગ્રેજી ભાષા માં છે અને તેમાં કુલભૂષણ જાદવ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ જણાય છે. લગભગ બે થી ત્રણ મિનિટ ના આ વિડીયો માં કુલભૂષણ જાદવ કાલા સૂટ માં દેખાય છે અને ભારતીય દૂતાવાસ દ્વારા તેમની માતા અને પત્ની ની સાથે દુર્વ્યવહાર થયા ની આશંકા જણાવે છે. તે ઉપરાંત પોતે પાકિસ્તાન તરફી કાર્યવાહી દરમિયાન સંપૂર્ણ સ્વસ્થ અને કુશલક્ષેમ હોવા નો દાવો પણ કરે છે.

(વિડીયો સૌજન્ય ન્યુઝ નેશન)

નિષ્ણાતો ના માટે પાકિસ્તાન મીડિયા નું આ પગલું જયારે પાકિસ્તાન દ્વારા કુલભૂષણ ના માતા અને પત્ની ને મંગલ સૂત્ર અને ઘરેણાં કાઢવા ફરજ પાડવા માં આવી હતી તે દુર્વ્યવહાર ને છુપાવવા માટે ભર્યું હોવા ને જાણવા મળે છે. ગયા અઠવાડિયા માં પાકિસ્તાન ના સિક્યોરિટી ના નામે ધાર્મિક લાગણી ને દુભાવવા માટે ભારતીય મીડિયા અને વકીલો એ આંતરરાષ્ટીય કોર્ટ માં પાકિસ્તાન ની નકારાત્મક છાપ છતી કરી હતી તેને કાઉન્ટર કરવા માટે પાકિસ્તાન તરફ થી વિડીયો બનાવવા માં આવ્યો હોય તેવું વિડીયોના સંપૂર્ણ આવલોકન માં થી જાણવા મળે છે.

Share This Article