પાક ત્રાસવાદી કેન્દ્ર છે

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જમ્મુકાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલા બાદ  ફરી એકવાર આ બાબત સાબિત થઇ ગઇ છે કે પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ અને ત્રાસવાદના આકાઓ સલામત છે. આ લોકો ત્યાં બેસીને તેમના લોકોને મોટા હુમલા કરવા માટે સુચના આપતા રહ્યા છે. હાલમાં કરાયેલા હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલા બાદ દુનિયાના દેશો એક મત થઇ રહ્યા છે. પાકિસ્તાન ત્રાસવાદનુ કેન્દ્ર છે તે બાબત ફરી સાબિત થઇ છે. ત્રાસવાદને લઇને અમેરિકા સહિતના દેશોની પક્ષપાતી નિતીના કારણે આજે ત્રાસવાદે દુનિયાના દેશોમાં નેટવર્ક જમાવી લીધુ છે.

પાકિસ્તાન ત્રાસવાદીઓના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે.પાકિસ્તાનમાં નવી સરકાર ઇમરાન ખાનની સરકાર સામે ત્રાસવાદને ખતમ કરવાનો પડકાર સૌથી મોટો પડકાર છે.  પાકિસ્તાનમાં હાલમાં પુરતા પગલા ત્રાસવાદીઓ સામે લેવામાં આવી રહ્યા નથી જેથી સ્થિતી વધારે વણસી રહી છે. પાકિસ્તાનમાં તમામ કુખ્યાત ત્રાસવાદીઓ આકા જાહેરમાં નજરે પડે છે છતાં તેની સામે કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. બીજી બાજુ અમેરિકા સહિતના દેશો પાકિસ્તાન પર એટલુ દબાણ લાવી શક્યા નથી કે તેને પગલા લેવાની ફરજ પડે. જેથી ત્રાસવાદીઓને વધારે રાહત મળી ગઇ છે. અમેરિકા સહિતના દેશોના દબાણને કોઇ મહત્વ પાકિસ્તાન આપી રહ્યુ નથી. પાકિસ્તાન સરકારના દશકોથી આ પ્રકારના વલણના કારણે આજે પાકિસ્તાન વૈશ્વિક ત્રાસવાદીઓ માટે મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી ચુક્યુ છે અને દુનિયાભરના મોટા ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ પાકિસ્તાનમાં છુપાયેલા છે. જંગી ઇનામ ધરાવનાર ત્રાસવાદીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

ભારત અને અમેરિકા દ્વારા આપવામાં આવેલા પુરાવા તરફ પણ ધ્યાન આપવામાં આવી  રહ્યુ નથી.  હાલના વર્ષોમાં ચીનના વલણને જાતા એક બાબત સ્પષ્ટ છે કે ભારતને હવે વધારે એલર્ટ રહેવાની તાકીદની જરૂર છે. કારણ કે ચીન જેવા દેશો પણ હાફિઝ સઇદના મામલે ભારતને સાથ આપવા માટે તૈયાર નથી. ભારતને કેટલાક મોરચે એક સાથે લડવાની જરૂર દેખાઇ રહી છે. ભારત સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનને વૈશ્વિક મંચ પર એકલુ પાડી દેવામાં સફળ રહ્યુ છે પરંતુ હજુ કેટલાક પગલા લેવાની જરૂર દેખાઇ રહી છે. પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓના કેમ્પ ચાલી રહ્યા છે. ભારતમાં વારંવાર થતા હુમલાને રોકવા માટે વધારે એલર્ટ થવાની જરૂર દેખાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી હુમલા થતા રહ્યા છે. પરંતુ હવે એવી નિતી અપનાવવાની જરૂર છે કે જા કોઇ હુમલો સરહદ પારથી થાય છે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે. ભારતીય સેનાને ત્રાસવાદી ગતિવિધીને રોકવા માટે જા જરૂર પડે તો સરહદ પાર કરીને પણ કાર્યવાહી નિર્ણાયક રીતે કરવી જાઇએ. થોડાક વર્ષો પહેલા ભારતે સર્જિકલ હુમલા કરીને ખળભળાટ મચાવી દીધો હતો. વૈશ્વિક  સ્તર પર ભારતે તેની તાકાતનો પરિચય આપ્યો હતો. આવી કાર્યવાહી કરવામાં ખચકાટ અનુભવ કરવાની કોઇ જરૂર નથી.જાય  છે.

Share This Article