પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન મુસ્લિમ લીગના વડા નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થાને પાટા પર લાવવી મુશ્કેલ છે. નવાઝનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ સહિત અન્ય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. ૨૪ કરોડની વસ્તી ધરાવતા દેશની જનતાને રીઝવવા માટે પાકિસ્તાનના નેતાઓ જાેરશોરથી પ્રચાર કરી રહ્યા છે. નવાઝ શરીફ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના માનસેહરા શહેરમાં એનએ-૧૫ પર ચૂંટણી લડી રહ્યા છે. સોમવારે એક રેલીને સંબોધતા, તેમણે કહ્યું કે પાકિસ્તાન વિશ્વમાં પાછળ રહી ગયું છે અને દેશને “પુનઃનિર્માણ” કરવું પડશે. તેમના કાર્યકાળનો ઉલ્લેખ કરતા, ભૂતપૂર્વ વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમની સરકારે માત્ર ડૉલર સામે પાકિસ્તાની રૂપિયો ૧૦૪ સુધી મર્યાદિત રાખ્યો ન હતો, પરંતુ રોકડની તંગીવાળા દેશમાં પાવર કટ પણ સમાપ્ત કર્યો હતો. નામ લીધા વિના, તેણે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પીટીઆઈ અને તેના સ્થાપક ઈમરાન ખાન પર નવો હુમલો કર્યો અને ખેદ વ્યક્ત કર્યો કે ખૈબર પખ્તુનખ્વાના લોકોએ ‘જૂઠા’ને મત આપ્યો. ૨૦૧૩ની ચૂંટણીને યાદ કરતા નવાઝે કહ્યું કે જમીયત ઉલેમા-એ-ઈસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાને KPમાં ગઠબંધન સરકાર બનાવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો, જાે કે, તેમની સંખ્યાને કારણે તેમણે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો. ૨૦૧૩થી જાન્યુઆરી ૨૦૨૩ સુધી પ્રાંતમાં શાસન કરનાર પાર્ટી પર કટાક્ષ કરતા પીએમએલ-એન સુપ્રીમોએ કહ્યું કે આ લોકોએ પ્રાંતને બરબાદ કરી દીધો છે. હું કેપીના લોકોને પૂછું છું કે પીટીઆઈએ તેના ૧૦ વર્ષના શાસન દરમિયાન શું કર્યું? નવાઝ અત્યાર સુધીમાં ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. તેમણે જનતાને ખાતરી આપી છે કે જાે તેઓ સત્તામાં આવશે તો તેમની સરકાર નોકરીઓ આપશે અને માનશેરાને પોતાનું એરપોર્ટ મળે તે સુનિશ્ચિત કરશે. તેમણે એમ પણ કહ્યું કે આ વિસ્તારમાં યુનિવર્સિટી અને કોલેજાેની સ્થાપના કરવામાં આવશે.
realme introduces the world’s first cold-sensitive, color-changing phone: the realme 14 Pro Series 5G, along with the realme Buds Wireless 5 ANC.
Ahmedabad: realme, the leading smartphone brand favored by Indian youth, has unveiled groundbreaking products in its smartphone and AIOT lineup...
Read more