India vs Pakistan, Asia Cup 2025 Final: ભારતીય ટીમ એશિયા કપ 2025 ની એકમાત્ર અજેય ટીમ છે. એટલે કે તે હજુ સુધી કોઈ સામે હારી નથી. પાકિસ્તાન સામે પણ નહીં, જેના સામે ગ્રુપ સ્ટેજ અને સુપર-4 રાઉન્ડમાં બે વાર ટક્કર થઈ ચૂકી છે. પરંતુ હવે એશિયા કપ 2025 ની ફાઈનલ રમાવાની છે, જેમાં ચોખ્ખો ફાયદો પાકિસ્તાન તરફી છે. અને આ સમાચાર ટીમ ઈન્ડિયાના ધ્યાને જરાય સારા નથી. પાકિસ્તાન પાસે એડવાન્ટેજ જોઈને હવે ટીમ ઈન્ડિયાને સાવધાન થવાની જરૂર છે.
હવે પ્રશ્ન છે કે પાકિસ્તાનની પાસે એવા તે કયા એડવાન્સેજ છે? તો તેના તાર ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલા ટુર્નામેન્ટના ફાઈનલ સાથે જોડાયેલા છે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન ભલે પ્રથમ વખત ફાઈનલમાં ટકરાઈ રહ્યા છે. પરંતુ, આ બંને ચિરપ્રતિસ્પર્ધીઓ વચ્ચે કુલ 13મી ફાઈનલ ટુર્નામેન્ટ છે. અને, તે પહેલાંના 12 ટુર્નામેન્ટના ફાઈનલના પરિણામો કહે છે કે એડવાન્સેજ પાકિસ્તાન પક્ષે છે.
એશિયા કપ 2025 ના ફાઈનલ પહેલાં રમાયેલા 12 ટુર્નામેન્ટ ફાઈનલમાં 8 વાર પાકિસ્તાન જીત્યું છે, જ્યારે માત્ર 4 વખત જ ભારતની ટીમ સફળ થઈ છે. એટલે કે બેગણા અંતર સાથે ટુર્નામેન્ટના ફાઈનલમાં પાકિસ્તાનની ટીમ ભારતથી આગળ છે.
સ્પષ્ટ છે કે સુર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયાને એશિયા કપ 2025 નો ખિતાબ જીતવા માટે આ પરંપરામાં પરિવર્તન લાવવું જરૂરી છે. ભારતીય ટીમ હાલ જે રીતે ક્રિકેટ રમી રહી છે અને પાકિસ્તાનની ટીમનું જેવું પ્રદર્શન રહ્યું છે, તેને જોતા લાગે છે કે ટીમ ઈન્ડિયાને સફળતા મળતી દેખાઈ શકે છે. ભારતે છેલ્લા 10 T20I મુકાબલામાંથી 8 પાકિસ્તાન સામે જીત્યા છે. જોકે, હાલ માટે ટુર્નામેન્ટના ફાઈનલના આંકડા અને ઈતિહાસને જોતા એટલું જ કહી શકાય કે ટીમ ઈન્ડિયાને થોડી વધુ સાવધાની રાખવાની જરૂર છે.