પાકિસ્તાને નવ સ્થળ પર તેના પરમાણુ હથિયારોને રાખ્યા છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પરમાણુ હથિયારોને લઇને હમેંશા ભારત અને અમેરકા સહિતના દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. દુનિયાના દેશોને એવી દહેશત છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો ત્રાસવાદીઓના હાથમાં આવી શકે છે. આ હથિયારોમાં શોર્ટ રેંજ હથિયારો પણ સામેલ છે. હવે આ હથિયારોને લઇને કહેવામાં આવી રહ્યુ છે કે આ હથિયારો કોઇ દુર્ઘટનાનો શિકાર થઇ શકે છે. આ વિનાશકારી હથિયારો ત્રાસવાદીઓના હાથમાં આવી શકે છે. કોલ્ડ સ્ટાર્ટ પાકિસ્તાનની સાથે સંભવિત યુદ્ધ માટે ભારતીય સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી એક રણનિતી છે. જે હેઠળ ભારતીય સેનાને યુદ્ધની સ્થિતીમાં પાકિસ્તાનના પરમાણુ હુમલાના જવાબ આપવાની મંજુરી મળેલી છે.

બીજી બાજુ ફેડરેશન ઓફ અમેરિકન સાઇનટિસ્ટના નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને દેશના નવ સ્થળો પર પોતાના પરાણુ હથિયારો મુકી રાખ્યા છે. અમેરિકી પરમાણુ નિષ્ણાંત અને રિપોર્ટ તૈયાર કરનાર હૈન્સે કહ્યુ છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારો જુદા જુદા બેઝમાં સ્થિત સ્ટોરેજંમાં મુકવામાં આવેલા છે. આ બેઝ પરમાણુ હથિયારો લોંચ કરવામાં પણ સક્ષમ છે.  પાકિસ્તાન શોર્ટ રેંજના હથિયારો બનાવી રહ્યુ છે. પાકિસ્તાનને લઇને દુનિયાના દેશો ચિંતાતુર બનેલા છે. આવી સ્થિતીમાં પાકિસ્તાન પર હવે તીવ્ર દબાણ લાવવામાં આવી રહ્યુ છે.

પાકિસ્તાન પર વધતા દબાણ વચ્ચે તે આડેધડ નિવેદન કરી રહ્યુ છે. હુમલામાં આનો ઉપયોગ કરવામાં આવશે તો સામરિક પરમાણુ હથિયારોનો ઉપયોગ વ્યાપક પરમાણુ  યુદ્ધ તરફ લઇને જશે. પાકિસ્તાન એક ત્રાસવાદી રાષ્ટ્ર હોવાની વાત હાલમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં કરવામાં આવી હતી.

Share This Article