ભારતે જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને ૨૬મી ફેબ્રુઆરીના દિવસે બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પ પર હુમલા કરવામાં આવ્યા ત્યારે પાકિસ્તાને કેટલાક દિવસ સુધી નિવેદનો કરવામાં આવ્યા હતા કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ દેશ છે. પાકિસ્તાને તેના પરમાણુ બોંબ ડ્રાઇંગ રૂમમાં સજાવવા માટે તૈયાર કર્યા નથી.ભારતની સામે પરમાણુ બોંબનો ઉપયોગ કરવામાં આવી શકે છે તેવા નિવેદન પણ કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા આડેધડ નિવેદન પણ કર્યા હતા. જો કે પાકિસ્તાનની આ તમામ બાબતો આખરે પોકળ સાબિત થઇ હતી. જો કે તમામ લોકોને આશ્ચર્ય થશે કે બાલાકોટમાં ત્રાસવાદી અઠ્ઠાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ પણ પાકિસ્તાને કોઇ પગલા લેવાની હિંમત કરી નથી.
આ એવા પ્રકારની ઘટના બની છે જેના કારણે હવે શંકા વિશ્વાસમાં ફેરવાઇ જાય છે. એવી શંકા થવા લાગી છે કે આખરે પાકિસ્તાનની પાસે એવી તો કઇ જાદુઇ છડી આવી ગઇ છે કે વર્ષ ૧૯૭૨ના પરમાણુ પોખરણ -૧ના ચાર વર્ષના ગાળા બાદ પાકિસ્તાનમાં પરમાણુ એન્જિનિયરો ઉભા થઇ ગયા હતા. વર્ષ ૧૯૭૬માં પાકિસ્તાન એટોમિક એનર્જી કમીશનની રચના પણ કરી લેવામાં આવી હતી. તેના પરમાણુ કાર્યક્રમની આટલી વહેલી તકે શરૂઆત પણ થઇ ગઇ હતી. પાકિસ્તાને પરમાણુ કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ તેની પ્રગતિને લઇને કોઇ રિપોર્ટ જારી કરવામાં આવ્યા નથી. તેની કોઇ માહિતી વર્ષ ૧૯૯૮ સુધી જારી કરવામાં આવી ન હતી. અમેરિકાની ટોપની જાસુસી સંસ્થાઓ સીઇએ, એફબીઆઇ અને પેન્ટાગોન સહિતની સંસ્થાઓ દ્વારા કોઇ માહિતી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ અંગે આપવામાં આવી નથી. સામાન્ય રીતે જાવામાં આવે છે કે જ્યારે પણ ભારત પર કોઇ ત્રાસવાદી હુમલો થાય છે ત્યારે પાકિસ્તાન તરફથી હુમલામાં તેની કોઇ સંડોવણી નથી તેવી વાત કરવામા આવે છે. સાથે સાથે કહેવામાં આવે છે કે જો લડાઇ છેડાઇ જાય તો પાકિસ્તાન પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
સાથે સાથે જંગી નુકસાન થઇ શકે છે. પોખરણ-૨ પરીક્ષણ ૧૧ અને ૧૩મી મે ૧૯૯૮ના દિવસે કરવામાં આવ્યા હતા. જેના માટે ભારતના મહાન વૈજ્ઞાનિકો વર્ષો સુધી લાગેલા હતા. સમય સમય પર બીએઆરસીની પ્રગતિ અને સિદ્ધીઓ અંગે હેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આજે પણ મિડિયા મારફતે માહિતી આવતી રહે છે. પરંતુ પાકિસ્તાનના સંદર્ભમાં ક્યારેય કોઇ માહિતી જારી કરવામાં આવતી નથી. દાખલા તરીકે જાવામાં આવે તો વર્ષ ૧૯૯૫માં બેનેઝીર ભુટ્ટોએ કહ્યુ હતુ કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ ૧૯૭૧ના પહેલા શાંતિ માટે હતો. છતાં પણ આશ્ચર્યજનક રીતે જાદુની છડીથી માત્ર ૧૫ દિવસના ગાળામાં જ ૨૮ અને ૩૦મી મે વર્ષ ૧૯૯૮ના દિવસે પાકિસ્તાન દ્વારા પરમાણુ પરીક્ષણ કરી લેવામાં આવે છે. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચશ્મા શહેરમાં કહુટા ખાતે ચીનના સહકાર સાથે પરમાણુ પાવર પ્લાન્ટ બનાવી દીધો હતો. આટલામાં પાકિસ્તાનના તમામ ખેલને સારી રીતે સમજી શકાય છે. વાસ્તવિતા એ છે કે જ્યાં પણ માહિતી હોઇ શકે છે ત્યાં તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ વેળા બોંબમાં આખરે કઇ ચીજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તેમાં યુરેનિયમ હતુ થોરિયમ હતુ. પ્લુટોનિયમ જથ્થો હતો કે પછી અન્ય કોઇ રસાયણ હતા. પાકિસ્તાને કેટલીક વખત કહ્યુ હતુ કે તેના દ્વારા પ્લુટોનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે શક્ય દેખાતુ નથી. ઉપલબ્ધ સુચના મુજબ તો આ બાબત પણ સ્પષ્ટ નથી કે તેમનુ પરીક્ષણ ફ્યુજન છે કે પછી ફિશન છે. આમાંથી એક પરમાણુ બોંબ છે અન્ય હાઇડ્રોજન બોંબ છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે બલુચિસ્તાનના ડેરા ગાજી ખાનમાં સ્થાનિક પિચબ્લેન્ડ મારફતે ૧૦૦૦૦ પાઉન્ડ યુરેનિયમનુ ઉત્પાદન કરે છે. મજાની વાત એ છે કે સમગ્ર દુનિયામાં માત્ર ત્રણ દેશ કજાકિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા મળીને માત્ર ૧૦૦૦ ટન પ્રતિવર્ષ ઉત્પાદન કરે છે. સાથે સાથે દુનિયાને વેચે છે. જેથી પાકિસ્તાનના તમામ દાવાને લઇને હજુ પણ પ્રશ્ન થાય છે. પાકિસ્તાન પાસે પરમાણુ બોંબ છે કે કેમ તેને લઇને સતત પ્રશ્ન થાય છે. કારણ કે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમને લઇને પુરાવા મળ્યા નથી. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની વિગત મેળવી લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી ગયા હોવા છતાં વિગત મળી શકી નથી. જેથી કેટલા નિષ્ણાંત તો પાકિસ્તાનના પરમાણુ બોંબના દાવાને નાટક ગણે છે.