પાકિસ્તાનના નેતા ચૂંટણી પ્રચાર માટે રોડના ખાબોચીયામાં સૂઇ ગયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

તમે ચૂંટણી જીતવા માટે પ્રચાર કરતા નેતાઓને જોયા હશે. જેમાં દરેક વખતે નેતા અલગ અલગ કેમ્પેઇન લઇને આવે અને જનતાને ખુશ કરીને તેમના વોટ પોતાના હિસ્સામાં આવે તેવી મહેનત કરતા હોય છે. નેતાઓ રાજનીતિમાં તેવી વસ્તુઓ કરતા પણ જોવા મળે છે જે તમે વિચાર્યુ હણ ના હોય.

પાકિસ્તાનના કરાચીમાં ચૂંટણી વખતે અયાઝ મેમણ મોતીવાલા નામના નેતાને ખબર પડી કે લોકો ગંદકીથી પરેશાન છે. ત્યારે નેતા રસ્તા પરના ખાબોચીયામાં સૂઇ ગયા હતા. બાદમાં તેમણે વોટ માટે અપીલ કરી હતી.

આ નેતા કરાચીના છે અને તેમને જ્યારે ખબર પડી કે લોકોને ગંદકીથી પરેશાની થઇ રહી છે ત્યારે તેમણે જનતાને પોતાના પર વિશ્વાસ અપાવવા અને વોટની અપીલ કરવા માટે અનોખો પ્રયાસ કર્યો હતો. તે રોડ પરના ખાબોચીયામાં સૂઇ ગયા હતા ને વોટ  અપીલ કરી હતી. તેમણે કહ્યુ હતુ કે તે ચૂંટાઇને આવશે તો તેમના એરિયામાંથી ગંદકી હટાવી દેશે.

Share This Article