ભારતે પાકિસ્તાનમાં નવ આતંકી ઠેકાણા પર હુમલો કર્યો છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના હેડક્વાર્ટર સહિત નવ આતંકી ઠેકાણાનો વિધ્વંશ થયો છે. ભારતીય સેન્ય દળે આ હુમલામાં 90 આતંકીઓને મારી નાખ્યા છે. પરમાણુ હુમલા અને જોરદાર જવાબી કાર્યવાહીની ધમકીઓ આપતું રહેતું પાકિસ્તાન હવે બેકફૂટ પર આવી ગયું છે.
ભારતના આ હુમલાને બંને દેશો વચ્ચે યુદ્ધની શરૂઆતના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા હતા. પાકિસ્તાને યુદ્ધ શરૂ થતા પહેલા જ યુદ્ધવિરામનું એલાન કરી દીધું છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે અમે પોતાનું રક્ષણ કરીશું. પાકિસ્તાની વિસ્તારમાં ભારતના હુમલા બાદ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાની રક્ષા મંત્રીએ કહ્યું છે કે, અમે પણ કંઈ નહીં કરીએ જો ભારત કોઈ કાર્યવાહી ન કરે.
નોંધનીય છે કે, ભારતની સૈન્ય કાર્યવાહી બાદ ખ્વાજા આસિફે કહ્યું હતુ કે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ બનાવવામાં આવ્યાં છે. તેણે એ પણ કહ્યું હતુ કે ભારતે પાકિસ્તાની વિસ્તારમાં આ હુમલો પોતાના હવાઈ ક્ષેત્ર પરથી કર્યો છે. ખ્વાજા આસિફે એવું પણ કહ્યું હતુ કે, અમે તેનો યોગ્ય જવાબ આપીશું. પાકિસ્તાની રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો જવાબ આપવા વાળી હેકડી થોડી કલાકમાં જ નીકળી ગઈ. હવે તે ભારત તરફથી અન્ય કોઈ કાર્યવાહી ન કરવાની સ્થિતિમાં કંઈ પણ ન કરવાની વાત કરી રહ્યા છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે કહ્યું હતુ કે, ભારત તરફથી થોપાયેલા યુદ્ધનો જોરદાર જવાબ આપવાનો અધિકાર પાકિસ્તાન પાસે છે. પાકિસ્તાનની સેનાએ પણ એક નિવેદનમાં ભારતની કાર્યવાહીનો જવાબ આપવાનું કહ્યું હતુ. પાકિસ્તાની ઇન્ટર સર્વિસેઝ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક લેફ્ટનેન્ટ જનરલ અહમત શરીફ ચૌધરીએ ભારતીય હુમલાની પુષ્ટિ કરતા કહ્યું હતુ કે, બહાવલપુર, કોટલી અને મુજફ્ફરાબાદમાં એરસ્ટ્રાઇક થઈ છે. આ ઉશ્કેરણીનો જવાબ આપવામાં આવશે. પાકિસ્તાન તેનો જવાબ પોતે પસંદ કરેલા સમયે અને સ્થળે આપશે.