શ્રીનગર : ભારતીય સૈન્ય દળોની કાર્યવાહીમાં પાકિતાનને સરહદ પર ભારે નુકસાન થયુ છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને કરવામાં આવેલા ગોળીબારના જવાબમાં ભારતે કાર્યવાહી કરતા પાકિસ્તાનના ત્રણ જવાનોના મોત થયા છે. પાકિસ્તાન સૈન્ય દળો દ્વારા આની કબુલાત કરવામાં આવી છે. જા કે ભારતે દાવો કર્યો છે કે પાકિસ્તાન દ્વારા જે વાત કરવામા આવી રહી છે તેના કરતા વધારે નુકસાન પાકિસ્તાનને થયુ છે. પાકિસ્તાને આજે સતત પાંચમા દિવસે યુદ્ધવિરામનો ભંગ કરીને કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં સેનાની પોસ્ટ અને નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને કેટલીક વખત ગોળીબાર કર્યો છે. ભારતીય સરહદમાં ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ પણ જારી રાખવામાં આવ્યા છે.
કાશ્મીરમાં પણ ત્રાસવાદીઓ વધારે સક્રિય થયેલા છે. જા કે પુલવામા બાદ સેનાએ વધુ આક્રમક વલણ અપનાવતા હવે દરરોજ ત્રાસવાદીઓ ઠાર થઇ રહ્યા છે. ભારતે આજે દાવો કર્યો હતો કે પાકિસ્તાન દ્વારા તેના ત્રણ જવાનોના મોતની વાત કરવામાં આવી રહી છે પરંતુ તેને વધારે નુકસાન થયુ છે.