લડાઇના મોરચા પર પાકિસ્તાનને વારંવાર પછડાટ આપ્યા બાદ હવે પાકિસ્તાનને રાજદ્ધારી મોરચા પર પણ ભારતે જોરદાર પછડાટ આપી દીધી છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન દ્વારા વિશ્વના દેશો સમક્ષ સતત રજૂઆત કરીને મદદ કરવાની વાત કરી હતી. જો કે અમેરિકા સહિતના તમામ દેશો હાથ ઉંચા કરી ચુક્યા છે. પાકિસ્તાનને મદદ કરવા માટે કોઇ દેશ તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર રાજદ્ધારી મોરચા પર જારદાર રીતે આગળ વધવા માટે તૈયાર છે. આના સંકેત પણ અનેક વખત મળી ચુક્યા છે. એકબાજુ ત્રાસવાદી હુમલાના જવાબમાં જારદાર કાર્યવાહી કરીને સરહદ પાર કરીને પણ ત્રાસવાદી અડ્ડાને ફુંકી મારવામાં આવી રહ્યા છે.
હવે કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ આને લઇને પણ પાકિસ્તાનની તમામ ચાલને ઉંઘી વાળી દીધી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કલમ ૩૭૦ નાબુદ થયા બાદ ભારે ચિંતિત અને પરેશાન દેખાઇ રહ્યા છે. તમામ મિત્રોની મદદ માંગી રહ્યા છે. જો કે આમાં ફ્લોપ રહ્યા છે. પાકિસ્તાને છેલ્લે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જમ્મુકાશ્મીરના સંબંધમાં ઔપચારિક ચર્ચા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્પષ્ટપણે ફગાવી દેવામાં આવ્યો છે. આ અનૌપચારિક બેઠક દરમિયાન પાકિસ્તાનના પ્રતિનિધી તરફથી તર્કવગરની દલીલો કરવામાં આવી હતી. પરિષદના સભ્ય દેશોએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે વાતચીત અનૌપચારિક છે જેથી ચર્ચાથી કોઇ પરિણામ હાસલ થશે નહીં. આને લઇને કોઇ પત્રકાર પરિષદ પણ યોજવામાં આવનાર નથી. પાકિસ્તાન અને બ્રિટન આને લઇને પત્રકાર પરિષદ કરવામાં આવે તેવી રજૂઆત કરી રહ્યા હતા. જો કે બેઠક બાદ પરિષદના અદ્યક્ષ પોલેન્ડે વ્યક્તિગતરીતે મિડિયા વાતચીતમાં કહ્યુ હતુ કે તમામ સભ્ય દેશો દ્વારા ભારતની દીર્ધકાલીન નીતિની તરફેણ કરવામાં આવી હતી. તમામ સભ્ય દેશોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા ટેન્શનને વાતચીત મારફતે ઉકેલવા માટે અપીલ કરી હતી. પાકિસ્તાન આના કારણે બોધપાઠ લેશે તે વાત કરવી મુશ્કેલ છે.
કારણ કે વિતેલા વર્ષોમાં પણ પાકિસ્તાનને અનેક વખત વિશ્વના મોરચા પર ફટકો પડી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય મામલાના જાણકાર સવર્ણ સિંહે એક અગ્રણી અખબાર સાથેની વાતચીતમાં કહ્યુ છે કે ત્રાસવાદનો ભય અને સેનાની ઉપસ્થિતીના કારણે સામાન્ય લોકોને પરેશાની થઇ રહી છે. આનાથી ઉભા થયેલા અસંતોષને ઉશ્કરવાના પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભારતને હવે સુરક્ષા અને વિકાસની નીતિઓની સાથે તાલમેલ બેસાડી દેવાની બાબત કાશ્મીરી નાગરિકોનો વિશ્વાસ જીતવા માટેની બાબત ઉપયોગી રહેશે. પાકિસ્તાનની રચના દ્ધિરાષ્ટ્રના સિદ્ધાંતના આધાર પર કરવામાં આવી હતી. આ જ આધાર પર તે મુસ્લિમ બહુમતિ ધરાવતા જમ્મુ કાશ્મીરને લઇને વારંવાર દાવા કરે છે. અલબત્ત ઓક્ટોબર ૧૯૪૮માં મહારાજા હરિસિંહના મંર્જર બાદ વર્ષ ૧૯૭૧માં પૂર્વીય પાકિસ્તાનના બાંગ્લાદેશ બની ગયા બાદ પાકિસ્તાનના દાવાની હવા નિકળી ગઇ હતી. આની સાથે સાથે પાકિસ્તાનની આંતરિક અસ્થિરતા અને અલગતાવાદી આંદોલનના કારણે દ્ધિપરાષ્ટ્ર સિદ્ધાંત પણ પૂર્ણ રીતે અર્થવગરના થઇ ગયા હતા. હવે તો આનો ઉપયોગ ભારત વિરોધી અભિયાન અને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણ માટે કરવામાં આવે છે. આવુ કરીને તે પોતાની આંતરિક સ્થિતીને મજબુત રાખવા માટેના પ્રયાસ કરે છે.
આ આધાર પર ભારત દ્વારા જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ પાકિસ્તાન ઝેરી નિવેદન કરે તે સ્વાભાવિક છે. જમ્મુ કાશ્મીરના એક્સાઇચિન અનમે શક્સગામ ખીણ પર ચીનનુ નિયંત્રણ છે. બીજી બાજુ ભારતે હવે આ રાજ્યની ફેરરચના કરીને બે કેન્દ્રશાષિત પ્રદેશોના નક્શા જારી કરી દીધા છે. જેના કારણે તે પરેશાન છે. ભારતના વિદેશ પ્રધાન જયશંકરે હાલમાં ચીનમાં સાફ શબ્દોમાં કહી ચુક્યા છે કે ભારતના સરહદી દાવા સાથે સંબંધિત બાબતમાં કોઇ ફેરફાર કરાયા હતા. આ બાબત ચોક્કસ પણે છે કે આ ફેરરચનાની પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ચીનના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર પર અસર થઇ શકે છે.
આવી સ્થિતીમાં ચીન પાકિસ્તાનનુ સમર્થન કરે તે સ્વાભાવિક છે. આ સંબંધમાં ચીનને કાશ્મીરના મુદ્દા પર કોઇ ટિપ્પણી કરતા પહેલા બે વર્ષથી ચાલી રહેલા શિચિયાંગમાં ઉઇગર સમુદાય અને હોંગકોંગ આંદોલનને લઇને પણ પોતાની સ્થિતીને ધ્યાનમાં રાખવાની રહેશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને ફ્રાન્સ અને જર્મનીનુ સમર્થન મળ્યુ છે. જે ભારતની રાજદ્ધારી જીત તરીકે છે. જો કે ભારતના પડકારો હજુ અહીં પૂર્ણ થતા નથી.