અમેરિકા ના પ્રેસિડેન્ટ ડોનેલ્ડ ટ્રમ્પ દ્વારા આજે ટ્વિટર પર પાકિસ્તાન ને આપેલ પાછલા ૧૫ વર્ષો ના વિવિધ નાણાકીય અને આર્થિક સહાય નો હવાલો આપી અને ૩૩ મિલિયન ડોલર ના બદલા માં મળેલ આતંકવાદ ની વાત કરી હતી. તેઓ એ કહ્યું હતું કે અમેરિકા ને મૂર્ખ બનાવ નું કાર્ય પાકિસ્તાન દ્વારા થયું છે પરંતુ આતંકવાદ સામે કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.
તેમની ટ્વિટ ના જવાબ માં પાકિસ્તાન તરફ થી ખ્વાજા આસિફે લખ્યું હતું કે પાકિસ્તાન પાઇ પાઇ નો હિસાબ આપવા તૈયાર છે અને દુનિયા ને કાલ્પનિક આંકડા અને હકીકત વચ્ચે નો તફાવત બતાવવા માટે પણ સજ્જ છે.
ઉપરોક્ત વાર્તાલાપ દર્શાવે છે કે પાકિસ્તાન દ્વારા આતંકવાદ ને આપતી સહાય અને પ્રોત્સાહન હવે વધારે છાનું રહી શકે તેમ નથી અને સંપૂર્ણ વિશ્વ તે વાત સાથે સહમત છે કે પાકિસ્તાન ને આપતી સહાય થી આતંકવાદ નિયંત્રણની શક્યતાં નહિવત છે.