છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પાકિસ્તાને ૧૩૭૩ ભારતીય માછીમારોને પકડયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

૨૦૧૫ થી ૨૦૧૮ના છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં પાકિસ્તાને ૧૩૭૩ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. જ્યારે આ ગાળા દરમિયાન ઇરાને પણ ૨૫૨ ભારતીય માછીમારોને પકડયા છે. માછીમારોને મુખ્યત્વે, જળ સિમાનો ભંગ કરવાના આરોપમાં પકડવામાં આવ્યા હતા. આમા ઝડપાયેલા માછીમારો મહદઅંશે ગુજરાત, તમિલનાડુ અને કેરળના હોય છે.

૨૦૧૫થી ૨૦૧૬ દરમિયાન શ્રીલંકાએ ૭૪૪ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી. જે પૈકી ૭૦૮ ને મુક્ત કર્યા હતા. જ્યારે ૩૬ માછીમારો સામે શ્રીલંકામાં કાનૂનિ કાર્યવાહી પૂર્ણ થતા તેમને મુક્ત કરી દેવાશે તેવી શક્યતા દર્શાવાઈ છે. જ્યારે બાંગ્લાદેશે પણ ૨૦૧૫-૧૬ દરમિયાન ૩૫૦ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી જ્યારે કતારે ૨૦૧૫-૧૮ દરમિયાન ૧૦૮ ભારતીય માછીમારોને પકડયા હતા જેમને પછીથી મુક્ત કરી દેવાયા હતા.

*તસવીર પ્રતિકાત્મક છે
Share This Article