ગુડીપાડવા પર દરેક મહિલાઓ માટે ટ્રેડિશનલી ડ્રેસ અપ થવાનો અવસર હોય છે. તેમાં પણ સિલ્ક સાડી હોય તો કહેવું જ શું. મોટેભાગે ગુડીપાડવા પર સ્ત્રીઓ ટ્રેડિશનલ નવવારી સાડી કે અન્યકોઈ સિલ્ક સાડી પહેરતા હોય છે. તેની સાથે ગ્રીન ચુડી, ગળામાં ઠુસી નામની ટ્રેડિશનલ માળા, લાંબુ મંગળસૂત્ર અને વાળમાં ગજરા લગાવતી હોય છે. આજકાલ આ જ ટ્રેડિશનલ સાડીઓને ડિઝાઈનર સ્વરૂપ આપીને પહેરવામાં આવે છે. આ વર્ષે ગુડી પાડવામાં પૈઠણી સાડીને ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે તેને ટ્રેડિશનલ નહીં પણ ઈન્ડોવેસ્ટર્ન બ્લાઉઝ સાથે પહેરવામાં આવે છે.
આ પૈઠણી સાડી મૂળ પૈઠણ, ઔરંગાબાદ, મહારાષ્ટ્રની બનાવટ છે. તેને હાથ વણાટથી બનાવવામાં આવે છે. તેમાં સિલ્ક અને ગોલ્ડન કલર દ્વારા પાન ,છોડ, ફુલ અને પક્ષીઓની ભાત બનાવવામાં આવે છે. માત્ર મહારાષ્ટ્રની જ નહીં દુનિયાભરની મહિલાઓ આ પૈઠણી સાડીની દીવાની છે.
પૈઠણીમાં પણ આ વખતે નીયોન કલર ધૂમ મચાવે છે. નીયોન પેરટ સાથે બ્રાઈટ પીંક પરફેક્ટ કોમ્બિનેશન છે.
આજકાલ પૈઠણીમાં ટ્રાયકલર ઈન ડિમાન્ડ છે. આ ટ્રાયકલર પૈઠણીમાં બોર્ડરનાં કલરનો બ્લાઇઉઝ પરફેક્ટ મેચ લાગશે. તો આ ગુડી પાડવા પર આપ પણ પૈઠણી પહેરીને સજી શકો છો.