પેઇનકિલર સેરિડોન ઉપર પ્રતિબંધ આખરે ઉઠાવાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : પિરામલ એન્ટરપ્રાઇઝ લિમિટેડે આજે કહ્યું હતું કે, તેની પેઇનરિલીફ ટેબ્લેટ બ્રાન્ડ સેરિડોન ઉપરથી પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત ફિક્સ ડોઝ કોમ્બિનેશનની યાદીમાંથી તેને દૂર કરી દેવામાં આવી છે. તેને મુક્તિ મળતા દર્દીઓને પણ લાભ થશે. રેગ્યુલેટરી ફાઇલિંગમાં પિરામલે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેની હેલ્થકેર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાંથી હેરિટેજ બ્રાન્ડ તરીકે સેરિડોનને ગણવામાં આવે છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં પિરામલ એન્ટરપ્રાઇઝે સુપ્રીમ કોર્ટ તરફથી સ્ટે ઓર્ડર મેળવ્યો હતો. પ્રતિબંધ અંગે સ્ટે ઓર્ડર મળી ગયા બાદ મેન્યુફેક્ચરિંગ, વિતરણ અને વેચાણ જારી રાખવામાં આવ્યું હતું. ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કારોબારી ડિરેક્ટર નંદીની પિરામલે કહ્યું છે કે, અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ છીએ. આ દવા સુરક્ષિત અને અસરકારક સોલ્યુશન તરીકે છે તે બાબત સાબિત થઇ છે.

Share This Article