બાહુબલીની રિલીઝ બાદ પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘સાહો’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. સાહો તેલુગુ, તામિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. આ ફિલ્મ સુજીત રેડ્ડીએ ડિરેક્ટ કરી છે અને પ્રભાસ સિવાય આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, અને નિલ નીતીન મુકેશ પણ લીડ રોલમાં છે. ‘સાહો’ 2019માં રિલીઝ થાય તેવી શક્યતા છે.
સાહોનું શૂટિંગ હૈદરાબાદ, મુંબઇ, આબુ ધાબી, દુબઇ અને યુરોપમાં થયું છે. આ હાઇબજેટ ફિલ્મ 150 કરોડના ખર્ચે બની છે.
ટી-સિરીઝે ફિલ્મના હિન્દી મ્યુઝિક ડિસ્ટ્રીબ્યુશન માટે 50 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પ્રભાસની આ બીજી જ ફિલ્મ છે જે હિન્દીમાં ડબ થવાની છે. હિન્દી ભાષામાં જ સાહો ફિલ્મની કમાણી 100 કરોડ જેટલી થવી જોઇએ, તો જ સાહો ફિલ્મ સફળ બની તેવું કહેવાશે, કારણકે મ્યૂઝિક સિવાયના રાઇટ્સ માટે બીજા કરોડો રૂપિયા સાહો પાછળ ખર્ચાશે.
બોલિવુડની જો વાત કરીએ તો આટલા હાઇ રેઇટમાં ફક્ત મોટા ગજાના સ્ટાર માટે જ મ્યૂઝિક ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ ખરીદવામાં આવે છે.
તેલુગુ અને તામિલ સિનેમાની વાત કરવામાં આવે તો સાહોના મ્યૂઝિક રાઇટ્સ 125 કરોડની આસપાસ ખરીદવામાં આવશે, અને આ બજેટ પણ ખૂબ હાઇ છે. સાહોનું મ્યૂઝિક શંકર-એહસાન-લોય દ્વારા કંપોઝ કરવામાં આવ્યુ છે.
બાહુબલી બાદથી ડાર્લિંગ પ્રભાસની આવનારી દરેક ફિલ્મની રાહ હવે કાગડોળે જોવાય છે, પરંતુ જો સાહો ફિલ્મમાં દમ નહી હોય તો પ્રભાસ પણ ઉંધે માથે પટકાશે. બાહુબલી બાદ તેની ફેન ફોલોઇંગમાં જેટલો વધારો થયો છે તેટલી જ તીવ્ર ગતિથી ઘટાડો પણ થઇ જશે. ટ્રેલર જોતા તો એવું નથી જ લાગી રહ્યું કે પ્રભાસની સાહો ફ્લોપ જશે, હવે તે બોક્સઓફિસ પર હિટ સાબીત થાય છે કે નહી તે તો સમય જ બતાવશે.