મુખ્યપ્રધાન પહિંદવિધિ કરાવી પ્રસ્થાન કરાવશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઇ પટેલના હસ્તે પહિંદવિધી કરવામાં આવનાર છે. પહિંદવિધી બાદ તેઓ રથ ખેંચીને રથયાત્રાનુ પ્રસ્થાન કરાવશે. આવતીકાલે વહેલી પરોઢે મંગળા આરતીમાં ભાજપ પ્રમુખ અને કેન્દ્રિય ગૃહ પ્રધાન  અમિત શાહ ખાસ હાજરી આપનાર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષ સુધી રથયાત્રાને પરંપરાગતરીતે શરૂ કરાવી હતી. મુખ્યપ્રધાન રૂપાણીની સાથે આવતીકાલે સવારે પહિંદવિધિ વેળા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો રહે તેવી શક્યતા છે. જમાલપુર મંદિર ખાતે પણ અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા માટે આવતીકાલે સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ રહેશે.

Share This Article