25 મી એ ભારતભરમાં રીલીઝ થશે પદ્માવત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ જ રીલીઝ થવાનું હતું, પરંતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરાખંડ અને હરિયાણામાં રાજ્ય સરકારે તેનાં પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ પર સુપ્રિમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે.  સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે જ્યારે સેન્સર બોર્ડ તરફથી ફિલ્મને સર્ટીફીકેટ આપી દેવામાં આવ્યું છે ત્યારે અમુક રાજ્યોમાં શા માટે ફિલ્મની રીલીઝ રોકવામાં આવે છે તે સમજાતું નથી.  સુપ્રિમ કોર્ટનાં આદેશ અનુસાર હવે 25મી જાન્યુઆરીએ જ સમગ્ર ભારતમાં ફિલ્મ પદ્માવત રીલીઝ થશે. સુપ્રિમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે બંધારણની કલમ 21 પ્રમાણે મળતા અધિકારોનું હનન થાય છે, તેથી રાજ્યની જવાબદારી છે કે ફિલ્મ જોવા જનારને પ્રોટેક્શન પુરુ પાડે.

પદ્માવતનાં ચાહકો માટે આ ખુશ ખબર સાબિત થઈ છે કે હવે તેઓ 25મીએ ફિલ્મ જોઈ શકશે.

Share This Article