નવી દિલ્હી : એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ આજે પૂર્વ કેન્દ્રીયમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમના જામીનનો વિરોધ કર્યો હતોઅને કહ્યું હતું કે, ચિદમ્બરમની કસ્ટડી જરૂરી છે. ચિદમ્બરમ સમગ્ર મામલામાં સહકાર કરી રહ્યા નથી જેથી તેમની કસ્ટડીમાં પુછપરછ જરૂરી બની ગઈ છે. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી પર જવાબ દાખલ કરીને ઇડીએ કહ્યું હતું કે, ચિદમ્બરમ આડેધડ જવાબો આપી રહ્યા છે. તપાસમાં સહકાર કરી રહ્યા નથી. હવે ચિદમ્બરમની અરજી પર ગુરુવારના દિવસે સ્પેશિયલ જજ સૈનીની અદાલતમાં સુનાવણી થશે. ચિદમ્બરમે આ વર્ષે અનેક પ્રકારની કાયદાકીય ગૂંચનો સામનો કર્યો છે. કોર્ટે ૮મી ઓક્ટોબરના દિવસે ચિદમ્બરમ અને તેમના પત્ર કાર્તિને ધરપકડથી વચગાળાની સુરક્ષાની અવધિ વધારીને પહેલી નવેમ્બર કરી દીધી હતી. ચિદમ્બરમે આ વર્ષે ૩૦મી મેના દિવસે ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરી હતી. ત્યારબાદથી ચિદમ્બરમને અનેક વખત રાહત મળી ચુકી છે.
એરસેલ-મેÂક્સસ મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ૨૫મી ઓક્ટોબરના દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આની સાથે જ ચિદમ્બરમની મુશ્કેલીમાં વધારો થયો હતો. ઇડી દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં પુરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કુલ નવ લોકોને આરોપી બનાવામાં આવ્યા છે. ખાસ બાબત એ હતી કે, ચિદમ્બરમને આરોપી નંબર ૧ તરીકે બનાવવામાં આવ્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટે આની સાથે જ આ મામલાની સુનાવણીની તારીખ પણ નક્કી કરી દીધી હતી. ચાર્જશીટ ઉપર સુનાવણી ૨૬મી નવેમ્બરના દિવસે શરૂ થશે. અગાઉ આજે સવારે ચિદમ્બરમને આઈએનએક્સ મિડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટથી આંશિક રાહત મળી હતી. કાર્તિ ચિદમ્બરમ દ્વારા વર્ષ ૨૦૦૬માં એરસેલ-મેÂક્સસ ડિલ હેઠળ વિદેશી મૂડીરોકાણ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજુરી મળવાના મામલામાં તપાસ સીબીઆઈ અને ઇડી દ્વારા કરવામાં આવી રહી છે. એ વખતે ચિદમ્બરમ નાણામંત્રી તરીકે હતા.
તેમના ઉપર આક્ષેપ છે કે, તેઓએ એરસેલ-મેÂક્સસને એફડીઆઈની ભલામણો માટે આર્થિક મામલાઓની કેબિનેટ સમિતિની ભલામણોને નજરઅંદાજ કરી દીધી હતી. ઇડીના કહેવા મુજબ એરસેલ-મેÂક્સસ ડિલમાં ચિદમ્બરમ દ્વારા કેબિનેટની મંજુરી લીધા વગર જ મંજુરી આપી હતી જ્યારે આ બિલ ૩૫૦૦ કરોડ રૂપિયાનું હતું. ઇડીએ ચિદમ્બરમના પુત્ર કાર્તિ સામે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ તેમની સામે પુરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. તેમના ઉપર માર્ચ ૨૦૦૬માં પૂર્વ પ્રધાન દ્વારા ગેરકાયદે એફઆઈએફબી મંજુરી મારફતે ૧.૧૬ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.