વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ૨૪,૦૦૦ ધનકુબેરોએ ભારતની નાગરિકતા છોડી છે તેમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીસ કંપની મોર્ગન સ્ટેન્લીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે.
આ અહેવાલ મુજબ માત્ર ૨૦૧૭માં જ ૭૦૦૦ ભારતીયોએ ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હતો. આ ચેતવણીરૂપ વલણની અર્થતંત્ર પર પડતી અસરોને જાણવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ પાંચ સભ્યોની બનેલી એક સમિતિની રચના કરી છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં ભારતીય ધનિક ઉદ્યોગપતિઓનું અન્ય દેશોમાં સ્થળાંતર થવાનું પ્રમાણ વધ્યું છે.
ધનવાનોનું ભારત છોડવાને કારણે દેશની ટેક્સની આવકમાં ઘટાડો થવાનો ખતરો રહેલો છે કારણકે સ્થળાંતર કરનાર ભારતીય ઉદ્યોગપતિઓ ભારતમાં મોટા પ્રમાણમાં બિઝનેસ ધરાવતા હોવા છતાં તેમની ગણના એનઆરઆઇ તરીકે કરવામાં આવે છે.