ચાર વર્ષમાં મોદીની સિંહ કરતા વધારે વિદેશ યાત્રા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી:  કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામાન્ય રીતે વિદેશ યાત્રાને લઇને અને તેના પર કરવામાં આવતા ખર્ચને લઇને હોબાળો કરતા રહે છે. જા કે વાસ્તવિકતા એ છે કે મોદીએ ભલે વિદેશ યાત્રા મનમોહનસિંહ કરતા વધારે કરી છે પરંતુ તેમના પર ખર્ચ ખુબ વધારે નથી.

મોદી અને યુપીએ-૨માં ડોક્ટર મનમોહનસિંહની શરૂઆતી ચાર વર્ષમાં કરવામા આવેલી વિદેશ યાત્રા પર સરખામણી કરી છે. જેમાં જાણવા મળ્યુ છે કે બંનેના વિદેશ પ્રવાસ પર ખર્ચ કરવામાં આવેલી રકમ લગભગ બરોબર રહી છે. બંનેની શરૂઆતી ચાર વર્ષની વિદેશ યાત્રા પર એર ઇંડિયાને આશરે ૩૮૭ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. એટલુ જ નહીં બંનેએ શરૂઆતના ચાર વર્ષમાં એર ઇંડિયાના ચાર્ટર્ડ વિમાનનો ઉપયોગ એક સમાન કર્યો છે. વર્ષ ૨૦૦૯થી વર્ષ ૨૦૧૩ વચ્ચેના ગાળામાં મનમોહનસિંહે ૩૧ વિદેશ યાત્રા કરી હતી જેના પર ૩૮૬.૩૫ કરોડો ખર્ચ કરવામાં આવ્યો હતો.

મોદીએ પણ શરૂઆતના ચાર વર્ષમાં ૩૧ વિદેશ યાત્રા કરી છે.જેમાં ૩૮૭.૨૬ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ  યુપીએ-૨માં મનમોહનસિંહના શરૂઆતી ચાર વર્ષમાં કરવામાં આવેલા ખર્ચથી માત્ર ૯૧ લાખ રૂપિયા વધારે છે. મોદીએ શરૂઆતના ચાર વર્ષમાં પડોશી દેશની યાત્રા માટે પાંચ વખત ઇંડિયન એર ફોર્સના બીબીજે વિમાનનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે સરકારને ચુકવણી કરવી પડતી નથી.

હાલમાં જ કેટલાક હેવાલ જારી કરવામાં આવ્યા હતા. પીએમઓ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહ કરતા વિદેશી પ્રવાસમાં વધારે દિવસો ગાળ્યા છે.  

Share This Article