આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે અમારી પાસે પ્રાપ્ત માહિતી અનુસાર આશરે પ્રથમ તબક્કામાં થયેલ આકડા રજુ કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચુંટણીના પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે મતદારો દ્વારા ભારે હર્ષોઉલ્લાસથી મતદાન કરવામાં આવ્યું તેની સાથે પ્રથમ વખત મતદાન કરી રહેલા યુવાનો દ્વારા પણ ખૂબ જ ઉત્સાહથી વહેલી સવારથી મતદાન કરવામાં આવ્યું હતું આ પ્રથમ તબક્કામાં ૭૮૮ ઉમેદવારોનું ભાવી ભવિષ્ય નક્કી થશે.
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનની ટકાવારી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છની ૫૮ બેઠક પર સંભવિત ટકાવારી ૫૪.૬૪% થી વધુ છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથમાં ૬૬.૫૪%, રાજકોટ ૫૫.૪૭%, જસદણ ૫૯.૧૮%, ભાવનગર ૫૬.૦૮%, બારડોલી ૬૦.૨૧%, મહુઆ ૭૧.૩૬%, ડેડીયાપાડા૭૧.૨૦%, બોટાદ ૬૨.૮૦%, જામનગર નોર્થ ૫૫.૯૬%, જામ જોધપુર ૬૧.૭૩%, કચ્છ-ભુજ ૫૯.૨૦%, અંજાર ૬૧.૭૬%, દસાડા ૫૯.૫૫%, માંડવી ૫૨.૫૫%, માંગરોળ ૬૦.૦૦%, ઓલપાડ ૫૯.૦૪%, સુરત ઇસ્ટ ૬૨.૯૦%, સુરત નોર્થ ૫૫.૩૨%, સુરત વેસ્ટ ૬૦.૦૪%, મજુરા ૫૫.૩૯%, ધાંગધ્રા ૬૬.૭૭%, ટંકારા ૬૪.૨૩%, કોડીનાર૫૭.૩૨%, ખંભાળિયા ૬૦.૨૯%, દ્વારકા ૫૭.૯૦%, પોરબંદર ૫૮.૫૪% , જુનાગઢ ૫૮.૨૦%, અંકલેશ્વર ૫૯.૪૩%, નવસારી ૬૧.૮૧%, વલસાડ ૬૧.૩૧%.એટલું જ નહિ કે યુવાનો અને સામાન્ય નાગરિકો જ મતદાન કરવા નીકળ્યા પણ આમાં રાજકારણના મહારથીઓ પણ મતદાન કરવા હાજર રહ્યા હતા. જેમાં ભાજપાના સ્ટાર ઉમેદવાર કહેવાતા અને જામનગર ઉત્તર બેઠકના ભાજપ ઉમેદવાર એવા રીવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યુ છે. જોકે, રીવાબા જાડેજાએ રાજકોટમાં પોતાનો મત આપ્યો, જેની પણ કાનાફૂસી થઈ હતી. રીવાબા જાડેજા તો જામનગર ઉત્તર બેઠકના ભાજપના ઉમેદવાર છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજકોટમાં મતદાન કરવા પહોંચ્યા હતા. ભાજપની સાતમી વખત ગુજરાતમાં સરકાર બનવાનો વિજય રૂપાણીએ વિશ્વસ વ્યક્ત કર્યો હતો. તેઓએ રાજકોટની અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ ખાતે પત્ની અંજલિ રૂપાણી સાથે મતદાન કર્યુ હતું.