નવી દિલ્હી : ભારતીય ઉડ્ડયન માર્કેટમાં જોરદાર તેજી આવવાના સાફ સંકેતો દેખાઇ રહ્યા છે. કારણ કે ઇન્ડિયન કેરિયર્સ ૧૦૦૦થી પણ વધારે વિમાનો માટે ઓર્ડર આપવાની તૈયારીમાં છે. અમેરિકા અને ચીન બાદ ભારતમાં ઉડ્ડયન માર્કેટમાં સૌથી શાનદાર તેજી રહી છે. હાલમાં દેશમાં આશરે ૫૫૦ કોમર્શિયલ વિમાન સર્વિસમાં છે. દરેક વિમાની કંપનીઓ તેમના વિમાનના કાફલામાં નવા વિમાનો ઉમેરી દેવાની તૈયારીમાં છે. હૈદરાબાદમાં હાલમાં એરો શો દરમિયાન તમામ વિમાની કંપનીઓના પ્રતિનિધીઓ ઉપÂસ્થત રહ્યા હતા. સાથે સાથે મહાકાય કંપનીઓના લોકો પણ હાજર રહ્યા હતા.
એરો શો દરમિયાન હાજર રહેલી તમામ ભારતીય મોટી વિમાન કંપનીઓએ તેમની મહત્વકાંક્ષી વિસ્તરણ યોજનાની વાત કરી હતી. એરો શો વેળા ઉડ્ડયન સેક્ટરના તમામ સેગ્મેન્ટના લોકો હાજર રહ્યા હતા. ભારતમાં હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી લો કોસ્ટ કેરિયર્સ વધારે વિમાનો ખરીદવાના મુડમાં છે. પ્રાપ્ત માહિતી મુજબ ઇન્ડીગો, સ્પાઇસ જેટ, ગો એર અને એર એશિયા ઇન્ડિયા તેમના વિમાનોના કાફલામાં વધારે વિમાન ઉમેરી દેવા માટે ઉત્સુક છે. તમામ એરલાઇન્સ સિંગલ નેરો બોડી વિમાન તેમના કાફલામાં ઉમેરી દેવા માટે તૈયાર છે. દેશના સ્થાનિક માર્કેટમાં વધારે મજબુતી સાથે મેદાનમાં ઉતરવા માટે ફ્લાઇંગ રેંજ પાંચ કલાક સુધી રાખવા માટે ઇચ્છુક છે. જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે લાંબા સમયથી ફ્લુઅલની ઓછી કિંમતો, વિમાની યાત્રીઓની વધતી જતી સંખ્યા અને અન્ય કેટલાક સારા પરિબળોના કારણે વિમાની કંપનીઓ નવા વિમાનો તેમના કાફલામાં ઉમેરી દેવા માટે ઉત્સુક છે. ઇન્ડીગો વિશ્વમાં સૌથી મોટા ઓર્ડર સાથે આવી ચુકી છે. લો કોસ્ટમાં સારી છાપ ધરાવનાર ઇન્ડી ગો સાત વર્ષના ગાળામાં તેના કાફલામાં ૪૫૦ નવા વિમાનો ઉમેરી દેવા માટે તૈયાર છે.
આમાં ૫૦ એટીઆર ૭૨ વિમાનોનો સમાવેશ થાય છે. આ એરલાઇન ગયા વર્ષે જ ક્ષેત્રીય રૂટ પર પણ જવા માટે તૈયારી દર્શાવી ચુકી છે. ટેકનિકલ બાબતોના કારણે વિમાન હાંસલ કરવાની ગતિ ધીમી રહી શકે છે પરંતુ ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતમાં જારદાર તેજી રહેવાના સંકેત છે. ગયા વર્ષે ઇન્ડીગોના નજીકના હરિફ લો કોસ્ટ સ્પાઇસ જેટે ૨૦૫ બોઇંગ ૭૩૭ મેક્સ માટેનો ઓર્ડર આપ્યો હતો. આગામી થોડાક મહિનામાં આ વિમાનો પૈકી પ્રથમ કાફલામાં જોડાઇ જશે. આગામી પાંચ વર્ષના ગાળામાં જ આ એરલાઇન ૫૦ બોમ્બાર્ડિયર ક્યુ ૪૦૦ વિમાન તેના કાફલામાં ઉમેરી દેવા માટે તૈયાર છે. એર એશિયા પણ પાંચ વર્ષના ગાળામાં આશરે ૬૦ નવા વિમાનો તેના કાફલામાં ઉમેરી જેવાની યોજના ધરાવે છે. અન્ય વિમાની કંપનીઓ પણ નવા વિમાનો ઉમેરી દેવા માટે આશાવાદી બનેલી છે. લો કોસ્ટની સાથે સાથે નિયમિત એરલાઇન્સ પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.
જેટ એરવેઝના સીઇઓ વિનય દુબેએ કહ્યુ છે કે એરલાઇન બોઇંગ ૭૩૭ મેક્સ વિમાન માટે ઓર્ડર આપનાર છે. જેટ પણ ૩૫ નવા વિમાન તેના કાફલામાં ઉમેરી દેવા માટે ઇચ્છુક છે. આ એરલાઇન્ન પાસે હાલમાં આ પ્રકારના ૭૫ વિમાનો છે. આગામી સમયમાં અનુભવી ક્રુ શોધી કાઢવાની બાબત પણ પડકારરૂપ રહેનાર છે. સીએપીએના અંદાજ મુજબ ઇન્ડસ્ટ્રીઝને વર્ષ ૨૦૧૮ સુધી ૧૬૮૦૨ પાયલોટની જરૂર પડનાર છે. હાલમાં ૭૦૦૦ પાયલોટ ઉપલબ્ધ છે. ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રમાં તેજી માટે જુદા જુદા અન્ય પરિબળો રહેલા છે. લોકો વિમાની યાત્રા કરવા માટે વધારે ઉત્સુક બન્યા છે.સાથે સાથે પૈસા ખર્ચ કરી રહ્યા છે. લો કોસ્ટ એરલાઇન્સ તમામ ઓફર પણ કરી રહી છે.