9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000 થી વધુ દોડવીરોએ ગતિનો નવો રેકોર્ડ બનાવ્યો

Rudra
By Rudra 6 Min Read

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે યોજાયેલી 9મી અદાણી અમદાવાદ મેરેથોનમાં 24,000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો, જેને પગલે હેરિટેજ સિટી અમદાવાદ સ્થાયિત્વ અને એકતાની જોશપૂર્ણ ઉજવણીમાં તરબોળ થયું હતું. #Run4OurSoldiers નો ઉદ્દેશ્ય ધરાવતી થીમ આધારિત આ મેરથોને ભારતના સશસ્ત્ર દળોને લાગણીસભર ભાવાંજલિ આપવા માટે ફરી એકવાર સમગ્ર શહેરને એક સ્થળે એકત્ર કર્યું હતું. ઓપરેશન સિંદૂરના સંદર્ભ સાથે આ વર્ષની મેરથોન દોડ વધુ ભાવનાત્મક મહત્વ ધરાવે છે.

આ કાર્યક્રમને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડાયરેક્ટર શ્રી પ્રણવ અદાણી, એર માર્શલ નાગેશ કપૂર, મેજર જનરલ ગૌરવ બગ્ગા; ફિટનેસ એમ્બેસેડર અને અભિનેત્રી-પ્રેઝન્ટર મંદિરા બેદી; ઓલિમ્પિક મેડલ વિજેતા અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપાધ્યક્ષ ગગન નારંગ; અભિનેત્રી-નિર્માતા પ્રીતિ ઝાંગિયાની તથા જાણીતા ડિઝાઇનર આકીબ વાની ઉપરાંત અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ કંપની અદાણી સ્પોર્ટ્સલાઇનના વરિષ્ઠ અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે ભારતીય ક્રિકેટર અને ગુજરાત જાયન્ટ્સ સાથે તાજેતરમાં જોડાયેલી યાસ્તિકા ભાટિયા પણ હાજર રહી હતી.

આ મેરથોનમાં સેના અને પોલીસના 4,000થી વધુ જવાનો અને અધિકારીઓએ ભાગ લીધો હતો, જે રાષ્ટ્રની સેવા કરનારાઓ માટે આદર અને એકતાના મેરેથોનના સંદેશને બળવત્તર બનાવે છે.

દોડવીરોએ ગાંધી આશ્રમ, અટલ બ્રિજ અને એલિસ બ્રિજ સહિતના અમદાવાદના કેટલાક સૌથી પ્રતિષ્ઠિત સીમાચિહ્નો દર્શાવતા કોર્સ પર ફુલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિમી અને 5 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો. એવોર્ડ વિજેતા ક્રિએટર આકીબ વાની દ્વારા ડિઝાઇન કરાયેલી મેરેથોનની ઓફિસિયલ જર્સીએ ઇવેન્ટની ભાવના અને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ફુલ મેરેથોન, હાફ મેરેથોન અને 10K કેટેગરીમાં ₹40 લાખથી વધુના ઇનામો સાથે, વિજેતાઓને વિવિધ સ્પર્ધા અને વય-જૂથમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં.

એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એએફઆઈ) દ્વારા માન્યતા પ્રાપ્ત અને વૈશ્વિક માપદંડો અને કોર્સની એક્યુરેસી, મીઝરમેન્ટ અને ઈવેન્ટની ક્વોલિટીનું પાલન કરતી સર્ટિફાઈડ મેરેથોન્સ અને ડિસ્ટન્સ-રનિંગ ઈવેન્ટ્સની માન્યતા પ્રાપ્ત રજિસ્ટ્રી, એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન એન્ડ ડિસ્ટન્સ રેસ (એઆઈએમએસ) ગ્લોબલ મેરેથોન ઇવેન્ટ લિસ્ટમાં સ્થાન ધરાવતી અદાણી અમદાવાદ મેરેથોન ભારતની સૌથી પ્રતિષ્ઠિત ડિસ્ટન્સ-રનિંગની ઇવેન્ટ્સ પૈકીની એક બની ગઈ છે.

અદાણી સ્પોર્ટ્સલાઇન માટે આ મેરેથોન, ભારતની રમતગમતની સંસ્કૃતિના નિર્માણ અને મોટા પાયે પ્લેટફોર્મની રચના માટેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતાને દર્શાવવાની સાથે સાથે જ સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે.

આ કાર્યક્રમને સંબોધતા અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (એઈએલ)ના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, 2017ની સાલથી સીમાચિહ્નરૂપ ઈવેન્ટ બનેલી અમદાવાદ મેરેથોનને આપણા પ્રિય શહેરે અત્યંત ઉમળકાભેર અપનાવી લીધી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણાં સૈનિકોએ દાખવેલી વીરતા અને પરાક્રમને કારણે આ વર્ષે, #Run4OurSoldiers નો સંદેશ વધુ ઉંડે સુધી ગુંજ્યો છે. 24,000થી વધુ દોડવીરોની ભાગીદારી એ વાત દર્શાવે છે કે શહેરના ગર્વ સમાન આ ઈવેન્ટ કેવી રીતે એક લોકપ્રિય ચળવળમાં પરિવર્તિત થઈ છે.

ભારતીય સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ, મેજર જનરલ ગૌરવ બગ્ગાએ જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન એક રમતગમતની ઈવેન્ટથી વિશેષ, સશસ્ત્ર દળો અને નાગરિકો વચ્ચેના કાયમી બંધનનો જીવંત પુરાવો છે. દેશભરના હજારો લોકોની સાથે સેના અને પોલીસના 4,000થી વધુ જવાનોને ખભે ખભા મિલાવીને દોડતા જોવાનો લ્હાવો ખૂબ જ આનંદદાયક હતો. આવી અભૂતપૂર્વ ભાગીદારી માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી બલ્કે તે ભારતને પરિભાષિત કરતી એકતા, શિસ્ત અને સકારાત્મકતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. દોડના દરેક ડગલે આપણે એક સાથે આગળ વધતા રાષ્ટ્રના ધબકારાને અનુભવી શકીએ છે.

ભારતીય વાયુસેનાના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ નાગેશ કપૂરે જણાવ્યું હતું કે, “આપણા સશસ્ત્ર દળોને સમર્થન આપવા માટે આજે 9મી અદાણી અમદાવાદ મેરેથોન 2025માં ભાગ લેવા આટલી વિશાળ અને ઉત્સાહી ભીડને એકસાથે એકત્ર થયેલી જોઈને અમે અત્યંત રોમાંચિત છીએ. આ ઇવેન્ટ આપણે ફિટનેસને કેટલું મહત્વ આપીએ છીએ તેનો પુરાવો છે. સશસ્ત્ર દળોના સન્માનમાં અદાણી ગ્રુપની આવી અદ્ભુત પહેલ જોઈને આનંદ થાય છે. રમણીય સાબરમતી રિવરફ્રન્ટની અદભૂત પૃષ્ઠભૂમિ પર યોજાયેલ આ ઈવેન્ટ ખરેખર એક યાદગાર અનુભવ છે. “

અભિનેત્રી, એન્કર, લેખિકા અને ફિટનેસ એન્થુસિઆસિસ્ટ મંદિરા બેદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન એ આપણા સશસ્ત્ર દળોની સેવાની ભાવનાને અદ્ભુત ભાવાંજલિ છે. અત્યંત ઊર્જાસભર બનેલાં આ ઈવેન્ટમાં તમામ વય જૂથના દોડવીરો અમદાવાદના વિવિધ આઇકોનિક સ્થળોએ એકઠા થયાં હતાં. દોડવીરોના સમુદાયમાં થયેલા વિકાસની સાથે સાથે, જે રીતે આ શહેર મહત્વના સ્પોર્ટિંગ ઈવેન્ટ્સનું મુખ્ય કેન્દ્ર બન્યું છે તે જોઈને ઘણો આનંદ થયો છે. આ વિકાસને પ્રોત્સાહન આપવામાં અદાણી ગ્રુપે મુખ્ય ભૂમિકા ભજવી છે. રમત અને સમુદાયની આવી અર્થપૂર્ણ ઉજવણી માટે લોકોને એકસાથે લાવે તેવી પહેલ સાથે જોડાવા બદલ હું ગર્વ અનુભવું છું.

અદાણી સ્પોર્ટ્સલાઈન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), અમદાવાદ શહેર પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 ઇમરજન્સી સર્વિસીસ અને KD હોસ્પિટલનો તેમના અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર માને છે, જેના કારણે આ ઇવેન્ટ બધા સહભાગીઓ માટે સુગમ અને સલામત રીતે પૂર્ણ થઈ. તેમના સમર્પિત પ્રયાસોએ 9મી અદાણી અમદાવાદ મેરેથોનને અમદાવાદના દરેક દોડવીર અને નાગરિક માટે સલામત, સુરક્ષિત અને યાદગાર અનુભવ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

2026માં આ મેરેથોન તેના 10-વર્ષના સીમાચિહ્નરૂપ દાયકાની ઉજવણી કરશે, અને ઉદ્દેશ્ય સાથે દોડમાં ભાગ લેતા હજારો લોકોને એક સાથે લાવી દેશના રમતગમતના નકશામાં અમદાવાદનું સ્થાન સતત મજબૂત બનાવશે.

Share This Article