વર્ષ 2017માં સ્થપાયેલી ફિનો પેમેન્ટ્સ બેંકે ગ્રામિણ ભારતમાં બેંકિંગ સુવિધામાં વધારો કરવા માટે તેના નવીન અભિગમ દ્વારા ગ્રામિણ બેંકિંગમાં બદલાવ કર્યો છે.
છેલ્લાં પાંચ વર્ષમાં ફિનો બેંકે દેશમાં 90 ટકા જિલ્લાઓમાં ઉપસ્થિતિ સાથે એક મિલિયનથી વધુ બ્રાન્ચલેસ બેંકિંગ પોઇન્ટ્સનું નેટવર્ક તૈયાર કર્યું છે. બેંક પશ્ચિમ ભારતમાં વિશેષ કરીને ગુજરાત રાજ્યમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવા ઉપર કેન્દ્રિત છે.
બેંકના બ્રાન્ચલેસ મોડલમાં પાડોશમાં આવેલા આઉટલેટ્સ જેમકે કિરાણા અને મોબાઇલ રિપેર શોપ નવા ઔપચારિક બેંકિંગ પોઇન્ટ્સ છે. માઇક્રો એટીએમ અને એઇપીએસથી સજ્જ પોઇન્ટ્સ સહયોગી પ્રકારે ડિજિટલ બેંકિંગ સેવાઓ પૂરી પાડે છે, જે ગ્રાહકો માટે અનુકૂળ હોવાથી લોકોના આગમન અને ટ્રાન્ઝેક્શનમાં વધારો થાય છે.
ફિનો પેમેન્ટ્સ બેંકના ચીફ સેલ્સ ઓફિસર શૈલેશ પાંડેએ જણાવ્યું હતું કે, “અમારું ટેક-સંચાલિત બેંકિંગ નેટવર્ક ગુજરાતના તમામ જિલ્લાઓમાં પહેલેથી જ ઉપસ્થિત છે અને અમારો ઉદ્દેશ્ય દરેક ગ્રામ પંચાયતમાં આ પ્રકારના પોઇન્ટ સ્થાપિત કરવાનો છે. આ રણનીતિ મૂજબ અમે ગ્રામિણ વિસ્તારોમાં નાના વ્યવસાયના માલીકોના ઉદ્યોગસાહસિકતાના જુસ્સા દ્વારા બેંકિંગની પહોંચ અને ઉપયોગમાં વધારો કરી રહ્યાં છીએ. અમે રાજ્યમાં 19000+ જેટલાંક પોઇન્ટ્સનું નેટવર્ક તૈયાર કર્યું છે અને વધુ ગ્રાહકો સુધી પહોંચ વિસ્તારી રહ્યાં છીએ. દેશભરમાં અમારા 11.42 લાખથી વધુ પોઇન્ટ્સ છે અને દરરોજ 1000થી વધુ પોઇન્ટ્સ ઉમેરી રહ્યાં છીએ, જેથી ગ્રાહકોની વધુ નજીક અનુકૂળ બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ બની શકે.”
કોઇપણ બેંકનાગ્રાહકો ફિનો પોઇન્ટ્સ ઉપર ટ્રાન્ઝેક્ટ કરી શકે છે. નાણાકીય વર્ષ 2023ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાતમાં નેટવર્કે રૂ. 1600 કરોડના મૂલ્યના 19.5 લાખ ટ્રાન્ઝેક્શન માટે સુવિધા પ્રદાન કરી હતી. મર્ચન્ટ પોઇન્ટ્સમાં ઉમેરા સાથે ટ્રાન્ઝેક્શન અને નવા ખાતાની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે.
ફિનો પેમેન્ટ્સ બેંકના સિનિયર ડિવિઝનલ હેડ (વેસ્ટ એન્ડ સેન્ટ્રલ) હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, “અમારા સતત વિકસતા મર્ચન્ટ નેટવર્કમાં ગુજરાતમાં 175 ફિનો હંમેશા આઉટલેટ્સ સામેલ છે, જે નવા ગ્રાહકો હાંસલ કરવાની સાથે અમારી વ્યવસાયિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. હાલમાં રાજ્યમાં અમારા ચાર લાખથી વધુ ગ્રાહકો છે અને અમે દર મહિને આશરે 1800 -2000 નવા બેંક ખાતા ખોલી રહ્યાં છીએ. અમારા ગ્રાહકો સાથે અમે ગોલ્ડ લોન, કન્ઝ્યુમર લોન, ઇન્સ્યોરન્સ અને બીજી ઓફરિંગ્સ જેવી પાર્ટનર પ્રોડક્ટ્સ પણ ક્રોસ સેલ કરી શકીએ છીએ. એક છત નીચે તમામ સેવાઓ હોવાથી ગ્રાહકોને વધુ અનુકૂળતા અને તક મળી રહે છે. ટ્રાન્ઝેક્શનમાં વધારો થવાની સાથે બિઝનેસમાં પણ વધારો થાય છે.”
ફિનો બેંક પોઇન્ટ ખાતે કોઇપણ વ્યક્તિ બેંક ખાતુ ખોલાવી શકે, ડિપોઝિટ કરી શકે, નાણા ઉપાડી શકે અને ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહકો ક્રેડિટ, ગોલ્ડ લોન, લાઇફ, જનરલ અને મોટર ઇન્સ્યોરન્સ જેવી થર્ડ પાર્ટી પ્રોડક્ટ્સની પણ એક્સેસ મેળવે છે.
તાજેતરમાં ફિનો બેંકે ઇન્ટરનેશનલ રેમિટન્સ, આરડી, એફડી અને પાર્ટનર્સ સાથે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરવા માટે નિયામક પાસેથી મંજૂરી પ્રાપ્ત કરી છે. નેબરહૂડ મર્ચન્ટ પોઇન્ટ ખરા અર્થમાં બેંકિંગ માટે વન-સ્ટોપ શોપ બની રહ્યાં છે.