અમદાવાદ : રિટેઇલ સેકટરમાં વધતા જતાં ગ્રોથ રેટ અને વિકાસની ક્ષિતિજા જાતાં ભારતમાં રિટેઇકલ માર્કેટ આગામી ૨૦૨૦ સુધીમાં ૬૦ ટકા સુધી વધી જશે અને તે ૧.૧ ટ્રિલીયન ડોલરને આંબી જશે. ગુજરાતમાં પણ આ સેક્ટરમાં સ્પર્ધાત્મકતા વધી છે ત્યારે વસ્ત્રો, એસેસરીઝ, એફએમસીજી, હસ્તકલા અને હાથવણાંટની ચીજો, સૌંદર્ય પ્રસાધનો અને પર્સનલ કેર પ્રોડક્ટસ અને રસોડાની આવશ્યક ચીજો ઉપરાંત ગૃહ સુશોભનની ચીજો એક જ સ્થળે ઉપલબ્ધ બનાવતી ઓસીયા હાયપર માર્કેટ રિટેઇલ લિમિટેડનો એસએમઇ-આઇપીઓ તા.૨૬મી માર્ચે ખુલી રહ્યો છે. જે તા.૨૮મી માર્ચે બંધ થશે.
જા કે, ખૂબ ટૂંકાગાળામાં નોંધનીય અને મહત્વની સફળતા અને સિÂધ્ધ બાદ હવે ઓસીયા હાયપર રિટેઇલ લિ.એ ગુજરાતમાં નાના શહેરો અને કેન્દ્રોમાં તેના અદ્યતન સ્ટોર્સ ઉભા કરવાનું આયોજન હાથ ધર્યું છે. હાલ, તેના ૧૧ સ્ટોર્સ રાજયભરમાં ફેલાયેલા છે એમ અત્રે ઓસીયા હાયપર રિટેઇલ લિ.ના એમડી ધીરેન્દ્ર ચોપરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોતાની હાજરી મજબૂત કરવાનો ઉદ્દેશ ધરાવતી ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડ કે જે પોતાની હાયપરમાર્કેટ બ્રાન્ડ- ઓસીયા હાયપર માર્કેટ રિટેઈલ લિમિટેડ દ્વારા ઓર્ગેનાઈઝ્ડ રિટેઈલ ક્ષેત્રે સંકળાયેલી કંપની છે, કંપની તેની પ્રથમ ઈનિશ્યલ પબ્લિક ઓફરીંગ (આઈપીઓ) લાવવા માટે સજ્જ બની છે. કંપની આ આઈપીઓ મારફતે રૂ.૧૦નો એક એવા ૧૫,૭૮,૪૦૦ ઈક્વિટી શેર રૂ.૨૫૨ની ફીક્સ કિંમતે ઓફર કરી રહી છે. આ આઈપીઓનું નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના ઈમર્જ પ્લેટફોર્મ પર લીસ્ટીંગ કરાશે. આ ભરણું તા.૨૬ માર્ચ, ૨૦૧૯ના રોજ ુખુલશે અને તા.૨૮ માર્ચ, ૨૦૧૯ના રોજ બંધ થશે. કંપનીએ ઓછામાં ઓછા ૪૦૦ શેરનો લોટ રાખવાનું નક્કી કર્યું છે.
હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ માટે બીડ લોટ રૂ. ૮૦૦ અને તે પછી રૂ.૪૦૦ના ગુણાંકમાં રહેશે. આ ભરણાં મારફતે કંપની ૨૬.૫૨ ટકા પેઈડ-અપ શેર કેપિટલ ધરાવશે. ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડ એ છ વર્ષ જૂની કંપની છે અને તેનું વડુ મથક અમદાવાદ ખાતે આવેલું છે. કંપની પોતાના પ્રથમ જાહેર ભરણાં મારફતે કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા ઉપરાંત તેના સ્ટોર્સનું નેટવર્ક ગુજરાતના વર્ગ-૩ અને વર્ગ-૪ના શહેરોમાં વિકસાવવા માંગે છે. ૨૦૧૩માં કંપનીની સ્થાપના કર્યા પછી, વર્ષ ૨૦૧૪માં કંપનીએ પ્રથમ સ્ટોરનો પ્રારંભ અમદાવાદમાં કર્યો હતો. વિતેલા વર્ષોમાં કંપનીએ કામગીરીનો વ્યાપ ગુજરાતમાં વિસ્તાર્યો છે અને હાલની તારીખે તેમનો રિટેઈલ બિઝનેસ અમદાવાદ ઉપરાંત વડોદરા, ગાંધીનગર, ગાંધીધામ અને દહેગામમાં વિસ્તરેલો છે. ઓસીયા હાયપર રિટેઈલ લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર ધિરેન્દ્ર ચોપરાએ ઉમેર્યું કે, અમે અમારા ગ્રાહકોની ભિન્ન પ્રકારની અને વૈવિધ્ય ધરાવતી માંગ વિવિધ કેટેગરીની સંખ્યાબંધ ચીજો દ્વારા પૂર્ણ કરી છે, જેમાં વસ્ત્રો, એસેસરીઝ, એફએમસીજી, હસ્તકલા અને હાથવણાંટની ચીજો, સૌંદર્ય પ્રસાધનો અને પર્સનલ કેર પ્રોડક્ટસ અને રસોડાની આવશ્યક ચીજો ઉપરાંત ગૃહ સુશોભનની ચીજો એક જ સ્થળે ઉપલબ્ધ કરી છે. છેલ્લા ૫ વર્ષમાં કંપનીની આવક ૬૬.૯૯ ટકાના એકંદર વાર્ષિક વૃધ્ધિ દરથી વધી છે.
આ આઈપીઓ મારફતે અમારા હાલના સ્ટોર્સમાં મિકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ફર્નિચર અને ફીક્ચર ઉપરાંત અન્ય વિવિધ પ્રોડક્ટસનો ઉમેરો કરવામાં માનીએ છીએ. તેનાથી અમારા ૧૧ સ્ટોર્સમાં ગ્રાહકોને પ્રાપ્ત થતા અનુભવમાં વૃધ્ધિ થશે. આ ઉપરાંત આઈપીઓ મારફતે ઉભી કરેલી રકમ વડે અમે અમારી કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા માંગીએ છીએ. અમે અમારી કામગીરીનું વિસ્તરણ અને વિતરણ નેટવર્ક ગુજરાતના અન્ય ભાગોમાં વિસ્તારવા માંગીએ છીએ. અમદાવાદ સ્થિત મર્ચન્ટ બેંકર, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ આ જાહેર ભરણાંના લીડ મેનેજર છે એમ તેમણે ઉમેર્યું હતું.