“એક બાર જો મૈને કમિટમેન્ટ કર દી ઉસકે બાદ તો મૈ અપને આપકી ભી નહી સુનતા…”
“કુછ ભી કરને કા લેકિન જયકાંત શિકરે કા ઈગો હર્ટ નહિ કરને કા..”
“હમ જહાં સે ખડે હો જાતે હૈ, વહીં સે લાઈન શુરુ હોતી હૈ…”
કેટલા મસ્ત લાગે છે નહિ આ ડાયલોગ…. આમ પેલા બચ્ચન સાહેબની જેમ એક હાથ કમર પર અને બીજો હાથ આગળ રાખીને બોલવાનું…..હાય.. બોલતાં બોલતાં તો આમ અડધી કમર વળી જાય, પણ પછી જે મોજ થાય તો બાપુ, ઘટે તો ડાયલોગ ઘટે બાકી કઈં નો ઘટે…. હેલો દોસ્તો, હું છું આદિત શાહ, આજે છે ને આપણે આમ ટશનમાં વાત કરવાની છે કારણ કે આજનો ટોપિક જ એવો છે તો,, , “ A 4 ATTITUDE”… ના બધા ટોપિકમાંથી મારો ગરમા ગરમ મનપસંદ બોલે તો હોટ ફેવરેટ…
જીવનમાં તમારો એટિટ્યૂડ એટલે કે તમારું વલણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.. એટલું જ મહત્વપૂર્ણ, જેટલું… “સાંસો કી જરૂરત હૈ જૈસે, જિંદગી કે લિયે…”અને..”બસ એક સનમ ચાહિયે આશિકી કે લિયે..”. કારણ શુ કે માની લો તમે ઓનરમેન્ટ, સેલ્ફ ઈનવોલ્વમેન્ટ અને કેરેક્ટર બધે બધું મગજમાં અને જીવનમાં ઠસોઠસ ઉતારી દીધું, તમારી પર્સનાલિટી પણ મસ્ત મર્ક્યુરિયલ બની ગઈ પણ જો તમારામાં એટિટ્યૂડ નહિ હોય ને તો ગઈ ભેંસ પાની મેં… હા, હા, સમજાવું સમજાવું તમને કે હું કેમ અને કઈ રીતે એટિટ્યૂડ રાખવાનું કહું છું.
આપણા ભારતવર્ષમાં સામાન્ય રીતે બે પ્રકારના એટિટ્યૂડ હોય છે. એક, એ કે જેમાં તમારી પાસે કઈં જ આવડત ના હોય, તણખલું તોડવાની તાકાત ના હોય અને તમે તોપખાનામાં નોકરી કરવાના સપના જુઓ અને પોપટ જેવી ઠાવકાઈ રાખો (જેમાં છેલ્લે તો ભાંગરો જ વાટવાનો થાય અને તમારો ય પોપટ થઈ જાય)….બોલે તો શેખચલ્લી ટાઈપ અને બીજું એ, કે કે જેમાં તમારી પાસે આવડત ઉપરાંત એનો સાચા સમયે ઉપયોગ કરવાની બુદ્ધિ અને એ ઉપયોગ કર્યા પછી ઉભી થનાર પરિસ્થિતિને સંલગ્ન નિર્ણયો લેવાની ક્ષમતા તથા તાકાત હોય, જેના બળે ભલભલા બાહુબલિઓ, શેખચલ્લીના સરદારો અને પોપટો તમારા હાથ નીચે ઉડાઉડ કરતાં હોય.
તમે ક્યારેય એ માર્ક કર્યુ છે કે તમે તમારું શુ લેવલ બનાવ્યું છે. ના, કારણ કે તમે આજ સુધી એ સમજવાનો પ્રયાસ જ નથી કર્યો. આપણામાંની લગભગ દર બીજી વ્યક્તિ એમ જ માને છે કે એટિટ્યૂડ એટલે ઘમંડ.. પણ મારા વ્હાલા સજ્જનો અને સન્નારીઓ, એટિટ્યૂડ એટલે તમારો ઘમંડ કે અહંકાર નહિ પણ તમારો એ વર્તાવ કે જેને જોઈને દરેક વ્યક્તિ કટોકટીના સમયે તમને જ યાદ કરે. કારણ કે એને વિશ્વાસ હોય છે કે તમારી પાસે એના પ્રશ્નોનું નિરાકરણ નહિ મળે તો છેલ્લે સમાધાન તો મળી જ જશે.
એટિટ્યૂડને લઈને મારો પણ એ જ POINT OF VIEW હતો કે એટિટ્યૂડ મતલબ અહંકાર, પણ મને આ વસ્તુનો સાચો અર્થ સમજાવનાર પ્રથમ વ્યક્તિ છે મારા કોર્પોરેટ ગુરુ પાર્થ વાઢેર. તેમણે જ મને સમજાવ્યુ કે “એટિટ્યૂડનો અર્થ છે કે તમે તમારી સમક્ષ આવનાર પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો, સમજો છો અને પછી એને ટેકલ કરો છો.” ધારો કે તમારી સામે એક સરસ સુંદર કેનવાસ છે જેના પર તમને જે ગમે એ ચિત્ર દોરવાનું છે, પરંતુ ક્ષતિ એ છે કે એમાં બરોબર વચ્ચે, મોકાની જગ્યા પર એક કાળો દાગ છે. હવે તમે શુ વિચારશો, શુ સમજશો અને શુ નિર્ણય લેશો એ બાબતો તમારો એટિટ્યૂડ નક્કી કરશે. જો તમે એ દાગને ધ્યાનમાં લઈને વિચારશો કે કેનવાસ ખરાબ છે તો એ છે તમારો નેગેટિવ એટિટ્યૂડ, કે જે તમને તમારા જ લોકોથી દૂર રાખે છે અને જો તમે એમ વિચારો છો કે એ દાગને બાકાત કરતાં તમારી પાસે આખું કેનવાસ છે જેના પર તમે તમારી કલ્પનાઓને ચિત્રિત કરી શકો છો તો એ છે તમારો પોઝિટિવ એટિટ્યૂડ.
આજથી બરોબર એક વર્ષ પહેલા મારો એટિટ્યૂડ એવો હતો કે મારા પોતાના લોકો જ મારાથી દૂર ભાગતા હતા કારણ કે સ્વભાવ તીખો મરચા જેવો અને જીભ ઝેરથી પણ કડવી, શબ્દો એટલે જાણે મોંમાંથી નીકળતી આગ… હવે આજે એ જ લોકો મને વોટ્સએપ, મેઈલ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરીને પોતાના પ્રશ્નો હલ કરવા કે એને લગતું સમાધાન કરી આપવા કહે છે. બદલાયું કઈં જ નથી, સ્વભાવ પણ એ જ છે, એ જ કડવી જીભ છે અને એ જ સળગતા શબ્દો છે પણ એને કહેવાનો રણકો બદલાયો છે કારણ કે એટિટ્યૂડ શબ્દનો અર્થ પણ બદલાયો છે.
મુદ્દાની વાત એ છે કે એટિટ્યૂડ સમજી વિચારીને રાખવો અને અમલમાં મૂકવો, ક્યાંક ડાહ્યાં થવામાં પેલા રેસ-2 મૂવીના જ્હોન ગભરામણ (સોરી, જ્હોન અબ્રાહમ જેવી હાલત ના થઈ જાય).. શાદી કા ઘોડા..ના EX કા , ના NEXT કા… લેટ્સ મીટ ઓન નેક્સ્ટ વીક…TILL THEN STAY MOTIVATED & STAY CONNECTED…
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપ નીચે આપેલ કોમેન્ટ સેક્શનમાં ક્લિક કરી જણાવી શકો છો.