જાપાનની નાઓમી ઓસાકા જે રીતે હાલમાં આગળ વધી રહી છે તે જાતા મોટા મોટા માર્કેટિંગ નિષ્ણાંતો પણ કહેવા લાગ ગયા છે કે ઓસાકા હવે જાહેરાતની દુનિયામાં પણ મોટી સ્ટાર અને બ્રાન્ડ બનનાર છે. ટુંક સમયમાં જ તે હવે વિશ્વની સૌથી વધારે કમાણી કરનાર ટેનિસ સ્ટાર બની જશે. વિલિયમ્સ બહેનો તેમની કેરિયરના અંતિમ તબક્કામાં છે ત્યારે ઓસાકા ઉભરી રહી છે. તે સૌથી વધારે બ્રાન્ડ ધરાવતી સ્ટાર બનવાની દિશામાં છે. વિલિયમ્સ બહેનોની બ્રાન્ડ હવે ઘટી રહી છે. મોટા ભાગની કંપનીઓ હવે ગ્રાહકોને ખેંચી શકે તેવી ન્યુ જનરેશનની સ્ટારની શોધમાં છે અને આ શોધ ઓસાકા પર આવીને પૂર્ણ થઇ રહી છે.
ફિમેલ ટેનિસમાં તેની ડાયનેમિક હાજરી દેખાઇ રહી છે. જે સાબિતી આપી રહી છે કે તે સૌથી મોટી બ્રાન્ડ તરીકે વિશ્વમાં ઉભરી રહી છે. કેટલાક માર્કટ હેડ તો અહીં સુધી કહી રહ્યા છે કે તે ફુટબોલ સ્ટાર રોનાલ્ડોના સ્તર સુધી ટુંક સમયમાં પહોંચી જશે. માર્કેટ નિષ્ણાંતો ખુલાસો કરતા કહે છે કે શા માટે ઓસાકા મોસ્ટ માર્કેટેબલ બની શકે છે. તેમનુ કહેવુ છે કે અમે પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ. આવી સ્થિતીમાં જે સેલિબ્રિટી હાલમાં ચાલી રહી છે તે કેરિયરના અંતિમ તબક્કામાં છે.
જેમાં વિલિયમ્સ બહેનોનો પણ સમાવેશ થાય છે. ન્યુ જનરેશનને પ્રભાવિત કરી શકે તેવી સ્ટાર તો હવે માત્ર ઓસાકા દેખાઇ રહી છે. ઓસાકાની ટક્કર હવે ટેનિસ ક્ષેત્રે મુખ્ય રીતે સિમોના હાલેપ સાથે જાવા મળનાર છે. જે પોતે પણ એક નવી આશા જગાવી રહી છે. તે પણ અનેક મોટી દિગ્ગજ સ્ટારને હાર આપી રહી છે. અલબત્ત આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તે ફ્લોપ રહી હતી. પરંતુ તેની તાકાતની અવગણના કરી શકાય તેમ નથી.