લોકસભા ચૂંટણીને લઇને જે રાજ્યોમાં તમામ લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે તેવા એક રાજ્યમાં ઓરિસ્સા પણ છે. ઓરિસ્સાને હમેંશા બીજેડીના મજબુત ગઢ તરીકે ગણવામાં આવે છે. બીજેડીને અહીં હજુ સુધી કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી કોઇ પડકાર ફેંકી શક્યા નથી. જેથી અહીંના મુખ્યપ્રધાન નવીન પટનાયક નિશ્ચિત થયેલા છે. જો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લોકો બીજેડીના ગઢમાં ગાબડા પાડવા માટે કમર કસી ચુક્યા છે. કેટલાક હદ સુધી તેમને ફાયદો પણ મળી શકે છે. જો કે બીજેડી હજુ પણ ખુબ મજબુત સ્થિતીમાં છે. હકીકતમાં આ વખતે ઓરિસ્સામાં ભાજપને ખુબ આશા દેખાઇ રહી છે. તે અન્ય રાજ્યોમાં થનાર લોકસભા સીટોના નુકસાનની ભરપાઇ અહીંથી કરવાની ઇચ્છા ધરાવે છે. ચર્ચા તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરી લોકસભા ચૂંટણી મેદાનમાંથી ઉતરી શકે છે.
ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા ત્યારે મે ૨૦૧૮માં પુરીમાં સૌથી મોટુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ઓરિસ્સામાં લોકસભાની ૨૧ સીટો રહેલી છે. આ તમામ સીટો પૈકી હાલમાં ૨૦ સટો બીજુ જનતા દળની પાસે છે. માત્ર એક સીટ સુન્દરગઢ ભાજપની પાસે છે. કોંગ્રેસ પાસે તો ઓરિસ્સમાં કોઇ પણ સીટ નથી. અલબત્ત કોંગ્રેસની ૨૬ ટકા મત હિસ્સેદારી રહેલી છે. સંતોષજનક બાબત એ છે કે ૧૧ સીટો પર કોંગ્રેસના ઉમેદવાર છેલ્લી વખતે બીજા સ્થાને રહ્યા હતા. જેથી ભાજપને તો હજુ ખુબ મહેનત કરવાની જરૂર દેખાઇ રહી છે. મોદી લહેર વર્ષ ૨૦૧૪માં હતી ત્યારે પણ ઓરિસ્સ્માં તેની અસર દેખાઇ ન હતી. ઓરિસ્સા કેટલાક એવા રાજ્યોમાં સામેલ છે જેમાં વર્ષ ૨૦૧૪માં જોરદાર મોદી લહેર હોવા છતાં તેની અસર દેખાઇ ન હતી. મોદી ફેક્ટરની અહીં બિલકુલ અસર થઇ ન હતી. મોદી આ વખતે પુરીમાંથી ચૂંટણી લડવાની અટકળો વચ્ચે મોદી ફેક્ટરની મુખ્ય અસરની નજર રહેશે. અલબત્ત અહીં વન ભૂમિ પટ્ટાને રદ કરવાનો મામલો છવાયેલો છે. બીજેડી આના માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે. ઓરિસ્સામાં બીજેડી છેલ્લા ૧૮ વર્ષથી સત્તામાં છે. ભાજપ અને કોંગ્રેસ હજુ સત્તાવિરોધી લહેરનો લાભ લઇ શક્યા નથી.
જો કે આ વખતે તેનો લાભ ઉઠાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની સાથે આ વખતે પણ અહીં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. વિધાનસભાની સાથે અહીં લોકસભા ચૂંટણી જીતીને સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસના પ્રયાસો છે. પંચાયત ચૂંટણીમાં ભાજપ બીજા સ્થાને રહ્યા બાદ તેની આશા દેખાઇ રહી છથે. કોંગ્રેસ પાર્ટી પણ સત્તામાં વાપસીના પ્રયાસ કરી રહી છે. વર્ષ ૨૦૦૯માં જ્યારે લોકસભા ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ છ સીટો જીતવામાં સફળતા મેળવી હતી. બીજેડીને ૧૪ સીટો મળી હતી. સીપીઆઇને એક સીટ મળી હતી. આનાથી પહેલા જવામાં આવે તો ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં બીજુ જનતા દળને ૧૧ અને ભાજપને સાત સીટો મળી હતી. કોંગ્રેસને બે સીટો મળી હતી. ઝારખંડ મુÂક્ત મોરચાને એક સીટ મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરીમાંત મેદાનમાં ઉતરીને લાભ લેવા માટે તૈયાર છે. મોદી વર્ષ ૨૦૧૪માં વારાણસીમાંથી મેદાનમાં ઉતર્યા હતા. ધાર્મિક મહત્વના શહેરમાંથી ચૂંટણી લડવાનો લાભ પણ તેમને મળ્યો હતો. આ વખતે પુરીમાંથી તેમની ચૂંટણી લડવાની શક્યતા દેખાઇ રહી છે.
ઓરિસ્સામાં પણ જોરદાર ટક્કર ભાજપ, કોંગ્રેસ અને બીજુ જનતા દળ વચ્ચે દેખાઇ રહી છે. નોધનીય છે કે જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ગયા રવિવારે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું છે. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે.
આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થશે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ ઉપર મતદાન થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન થશે. સૌથી વધારે ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં સાતમાં રાઉન્ડમાં મતદાન થશે અને તમામ તબક્કામાં અહીં મતદાન થનાર છે. ૨૨ રાજ્યોમાં એક તબક્કામાં મતદાન થશે. ઓરિસ્સાની રાજનીતિ કેટલાક પાસાથી અલગ છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ કેટલાક ગાબડા પાડે છે તે બાબત ઉપયોગી રહેશે.