અંબાજી માતાજી મંદિરની હાલની નવરંગપુરાની જગ્યાએ ૪૦૦ વર્ષ પહેલાં નાની ડેરી હતી. અંબાજી માતાજીને પ્રગટ થઈને માઈભક્તોની મનોકામના પૂર્ણ કરવા સારૂ એક બહેનને અંબાજી માતાજી સ્વપ્નમાં આવી મંદિરને અધ્યતન કરવા જ જણાવ્યું.. આ બેન મંદિરની જગ્યા ઉપર આવ્યા ત્યારે હાલના ટ્રસ્ટીશ્રી નટવરભાઈ કે પટેલ (નટુમામા) તથા બીજા પ્રતિષ્ઠિત માણસ સ્થળ ઉપર મળતા સ્વપ્નની વાત જણાવતા તેઓ તથા બીજા ૨૦ માણસોએ રુ. ૫૦૦ /- પ્રમાણે દાન એકઠુ કરી સમારકામ શરૂ કરતાં અન્ય દાતાશ્રીઓનો સહયોગ મળતાં હાલનું અદ્યતન શિખરબંધ મંદિર બનવા પામેલ છે. મંદિરમાં ખૂબજ મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવે છે જેમની મનોકામના પૂર્ણ થાય છે. આજરોજ તા. ૨૦/૦૨/ ૨૦૨૪ના સ્થાપના દિને અંબાજી માતાજીનો હવન કરવામાં આવ્યો અને સ્થાપના દિન નિમિત્તે જરૂરીયાતમંદોને આરોગ્ય સારૂ મેડિકલ કેમ્પનુ આયોજન હાથ ધરવામાં આવ્યું. માતાજી આ સમય દરમિયાન બે વખત મંદિરમાં કંકુ પગલાં પણ પાડી પરચો બતાવી માઈભક્તોને આસ્થારુપી આર્શીવાદ આપ્યા છે. આમ મંદિરના દર્શનાર્થે પધારતા માઈભક્તોને માતાજીના આર્શીવાદથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
IPO : 25 નવેમ્બરે ખુલશે રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડનો આઈપીઓ, મેળવો કંપનીને લગતી સંપૂર્ણ માહિતી
અમદાવાદ : પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડ (“આરપીએસએલ” અથવા “કંપની”)એ જાહેર કર્યું છે...
Read more