કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ કેસમાં આયોજક મામદખાન મુરની ધરપકડ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કચ્છ : જૂનાગઢમાં મૌલાના મુફ્તીએ જે રીતે ભડકાઉ ભાષણ આપ્યુ હતુ, તે જ રીતે અગાઉ કચ્છના સામખિયાળીમાં પણ આયોજીત એક કાર્યક્રમમાં મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યુ હતુ.જૂનાગઢમાં ફરિયાદ નોંધાયા બાદ કચ્છ પોલીસે પણ આ મામલામાં તપાસ શરુ કરી હતી અને કાર્યક્રમના આયોજકની ધરપકડ કરી હતી. કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપવા મામલે પૂર્વ કચ્છની પોલીસે ફરિયાદ નોંધી છે અને આયોજક મામદખાન મુરની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી સાથે સ્થળનુ રીકન્સ્ટ્રકશન કર્યુ હતુ.સામખીયાળીમાં જે સ્થળ પર ભાષણ આપવામાં આવ્યુ હતુ , તે સ્થળે આરોપીને સાથે રાખી પોલીસે તપાસ કરી હતી. સાથે પંચનામું કરવામાં આવ્યુ હતુ. બપોરે આરોપીને રીમાન્ડની માગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ પોલીસની એક ટીમ જૂનાગઢ પણ જશે. આરોપી મૌલાનાનો કબજાે મેળવવા કચ્છ પોલીસ જુનાગઢમાં પણ રહેશે.

Share This Article