ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં ઉષા પર્વ અંતર્ગત  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ગાંધીનગર મહાનગર પાલિકાના સહયોગથી “ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન તા.૭ મી માર્ચ ૨૦૨૪ના ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું.

Udgam 2

ઉષા પર્વ – ચતુર્થ ઉદગમ્ મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહમાં પ્રથમ પ્રસ્તુતિ ડો. રુચા બેડેકર સરોદવાદનમાં રાગ બિહાગમાં આલાપ. જોડ,જોડ ઝાલા,મધ્યલય, આડા ચૌટાલ વિલમ્બિત લય, ધ્રુત લાયમાં બંદિશ તીન તાલમા અને ભજન વગાડીને શ્રોતાઓને ડૉલાવી દીધા હતા. બીજી પ્રસ્તુતિમાં શાસ્ત્રીય સંગીતના ગાયક ડો. મિતાલી નાગે ઉપશાસ્ત્રીય સંગીતમાં દાદરામાં ભજન ઠુમક ચલત રામચંદ્ર બાદ  મિશ્ર પહાડી રાગમાં ઠુમરી રંગી સાડી ગુલાબી અને કહુંવામાં  એરી સખી મોરી પિયા ઘર આયેની પ્રસ્તુતિ બાદ કજરી ઘીર ઘીર આયી કારી અને ઠુમરી કા કરુ સજની બાદ હમે તુમ સે પ્યાર,, હોરી રંગ દારુંગી -મિશ્રા પહાડી રાગમાં ધન્ય ધન્ય નારી જીવન, ગઝલ ફિર છીડી બાદ અને અંતમાં છાપ તિલકની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધી.

Udgam 1

કાર્યક્રમના મુખ્ય મેહમાન પદે પધારેલ આશાબેન સરવૈયા, કોર્પોરેટર હેમાબેન ભટ્ટ, શૈલાબેન સુનિલભાઈ ત્રિવેદી, જયરાજસિંહ સરવૈયા, પરમજીત  છાબડા, અજય ઉપાધ્યાય વગેરે મહાનુભાવો પધાર્યા હતા. કાર્યક્રમનું મેચ સંચાલન પારૂલબેન મેહતાએ કર્યું હતું. ઉદગમના મેનેજીગ ટ્રસ્ટી, ડો. મયુર જોષી, ચાણક્ય જોષી, જયપ્રકાશ ભટ્ટ,  મનોજ જોષી, દિક્ષિતા જોષી, વાગ્મી જોષી વગેરે  ખુબ જેહમત ઉઠાવી હતી.

Share This Article