શ્રીમતી મેરી કોમ -ઓલિમ્પિક મેડલિસ્ટ, 2012 લંડન ઓલિમ્પિક્સ અને 6 વખત AIBA મહિલા વિશ્વ ચેમ્પિયન , શ્રી સમીર વાનખેડે-અધિક કમિશનર મુખ્ય મહેમાન બન્યા હતા.
અમદાવાદ : સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા 18મી ફેબ્રુઆરી 2024ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ – ગિફ્ટ સિટી રન સીઝન ૨ – જે ડ્રગ્સ-ફ્રી ફ્યુચર તરફની દોડની બીજી આવૃત્તિ છે એમનો સફળ આયોજન કરવામાં આવ્યું . 2023 માં શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સીઝન પ્રથમ ની જોરદાર સફળતા પછી, શિલ્પ ગ્રુપ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા ફરી એક વાર આ દોડનું બીજું આવૃત્તિનો સફળ આયોજન કરવામાં આવ્યો.. આ દોડ એ આપણા અમૂલ્ય યુવાનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, માદક દ્રવ્યોના વ્યસન અને દુરૂપયોગને નાબૂદ કરવાના ઉમદા હેતુ માટે જાગૃતિ ફેલાવવા અને નશામુક્તિ ને સમર્થન આપવાનું એક નિર્ણાયક પગલું હતો.
સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટના અનુસાર, રાષ્ટ્રની સાચી સંપત્તિ તરીકે આપણા યુવાનોની એક મુખ્ય ભૂમિકા છે. આ બાબત ને ધ્યાનમાં રાખી , એક તરફ એ મહત્વનું છે કે આપણે આપણા દેશના યુવાનોના સર્વાંગી વિકાસમાં રોકાણ કરીએ અને બીજી બાજુ એ જરૂરી છે કે આપણે તેમને માદક દ્રવ્યોના વ્યસન અને દુરુપયોગની મુશ્કેલીઓથી સુરક્ષિત રાખીએ. આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ Viksit Bharat@2047: Voice of Youth અભિયાન લોન્ચ કર્યું છે અને તેઓ માને છે કે આપણા યુવાનો પરિવર્તન માટેના એજન્ટ અને લાભાર્થી બંને છે. ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ યુવા વસ્તી છે અને જેમ મોદીજીએ કહ્યું હતું – યહી સમય હૈ, સહી સમય હૈ! એટલે અમારા આ રન દ્વારા સંદેશ ફેલાવવાનો આ સૌથી યોગ્ય સમય છે.
શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે ,” અમને એ જાહેરાત કરતાં પણ આનંદ થાય છે કે શ્રીમતી મેરી કોમ – ઓલિમ્પિક મેડલિસ્ટ, 2012 લંડન ઓલિમ્પિક્સ અને 6 વખત AIBA મહિલા વિશ્વ ચેમ્પિયન તેમજ ભારતીય મહિલા બોક્સિંગ સર્કિટનું ગૌરવ અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે પોતાની પ્રેરક હાજરીથી દોડવીરોને પ્રેરણા આપ્યા. સાથે સાથે ફ્લેગ ઑફ સેરેમોનીમાં શ્રી ચિરંજીવ પટેલ, એમડી, પીસી સ્નેહલ ગ્રુપ ઓફ કંપનીઝ – ઉદ્યોગસાહસિક, માર્ગદર્શક, અને ચેન્જ મેકર , શ્રી સમીર વાનખેડે – અધિક કમિશનર, ડીજીટીએસ, શ્રીમતી ક્રાંતિ રેડકર – અભિનેત્રી , લેખક, દિગ્દર્શક, . પ્રો.ડો.અર્જુનસિંહ રાણા, વાઇસ ચાન્સેલર – સ્ગસુ , પ્રમુખ – PEFI ગુજરાત, બ્રાન્ડ એમ્બેસેડર – ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, ગુજરાત, યોગસેવક શ્રી શીશપાલ જી, અધ્યક્ષ – ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરના શ્રી માર્ટિન પીટર્સ, સમર્પણ નિવાસી સેવાઓના નિયામક, ઓબી ઉનાકા -સમર્પણ નિવાસી સેવાઓના નાયબ નિયામક, શ્રી પાર્થ ઓઝા- યુવા પ્રેરક, ગાયક, અભિનેતા, સંગીત થેરાપિસ્ટ, પ્રો.ડો.રાજુલ ગજ્જર વાઇસ ચાન્સેલર – જીટીયુ, શ્રી . કે એન ખેર – રજીસ્ટ્રાર , જીટીયુ , શ્રી પિયુષ જૈનસંચાલક મંડળના સભ્ય – સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, MYAS – ભારત સરકાર , રાષ્ટ્રીય સચિવ – પૅફી અને રેસ ડિરેક્ટર સુરપ્રીત સિંહ ખાલસા (સુરી) પાજી) જેવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
શ્રી સુરપ્રીત સિંહ ખાલસા (સુરી) પાજી), રેસ ડિરેક્ટરે શેર કર્યું, “અમે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી સીઝન 2 રન સાથે જોડાઈને ખુશ છીએ કારણ કે આ સૌથી મોટી ઈન્ટરનેશનલ રન બનવા જઈ રહી છે, જેમાં ઈન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક રનર્સ ભાગ લેશે. અમને ખાતરી છે કે આ રનમાં રનર્સની સંખ્યા 20 હજારને પાર થઈ જશે !! ગિફ્ટ સિટી ખાતેનું હરિયાળું વાતાવરણ, સ્વચ્છ હવા અને રન માટેનું એક સંરચિત અને સુઆયોજિત રૂટ એ અમારા તમામ દોડવીરો માટે સૌથી મોટું આકર્ષણ છે. ભાગ લેનાર દોડવીરોને AIMS પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે.”
શિલ્પ આરંભ – ગિફ્ટ સિટી રન ૨૦૨૪ – સીઝન ૨માં ૨૧ કિલોમીટર (હાફ મેરેથોન), ૧૦ કિલોમીટર અને ૫ કિલોમીટર વોકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું