અમદાવાદમાં Arena Animation દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨4″સ્ટુડન્ટ વર્ક નું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

ગ્રાફિક,એનિમેશન, VFX, ગેમિંગ, શિક્ષણ ક્ષેત્રમાં દુનિયાભરમાં અગ્રણી એવા “Arena Animation” અમદાવાદ ( મણિનગર ,વસ્ત્રાપુર, શાહીબાગ ) દ્વારા પોતાના સ્ટુડન્ટ્સ માટે વર્ક કોમ્પિટિશન અને પ્રેઝેન્ટેશન  “ક્રિએટિવ હન્ટ” શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવવા માટે યોજાયેલ આ  ઇવેન્ટમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  એરેના એનિમેશન (મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) દ્વારા યોજાયેલ આ ક્રિએટિવ હન્ટમાં દેવાંશી શાહ (ડાયરેક્ટર, મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) તથા અનીશ શાહ (ડાયરેક્ટર, મણિનગર, વસ્ત્રાપુર, શાહીબાગ) એ માહિતી આપી હતી.

એરેના એનિમેશન ( મણિનગર ,વસ્ત્રાપુર, શાહીબાગ ) દર વર્ષની જેમ આ વર્ષે પણ લઈને આવ્યું છે “ક્રિએટિવ હન્ટ 2024”, જેમાં દરેક સ્ટુડન્ટ્સ એ તેમનું વર્ક પ્રેઝન્ટ કર્યું હતું અને તેમની ક્રિએટિવિટીનું પ્રદર્શન કર્યું હતું. 22 અને 23 જૂનના રોજ યોજાયેલ આ કોમ્પિટિશનમાં 150થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમના ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ ભણતર દરમિયાન બનાવેલ વર્કને તેમના વાલીઓ, મિત્રો અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ તેમજ આ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું ભવિષ્ય બનાવવા ઈચ્છુક લોકો માટે વર્ક ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું. દરેક વિઝીટર દ્વારા સ્ટુડન્ટ્સના વર્કને વોટ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સપર્ટ્સ દ્વારા કેટલાક ક્રિએટિવ વિધાર્થીઓને જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવ્યું હતું.

arena

આજકાલ ખૂબ જ ચર્ચામાં રહેલ ઇન્ડસ્ટ્રી એટલે એનિમેશન, વીએફએક્સ, ગ્રાફિક ડિઝાઇન અને કોમિક્સ (AVGC). હાલ સરકારે કહ્યું છે કે AVGC સેક્ટર આગામી 10 વર્ષમાં 20 લાખથી પણ વધુ લોકોને રોજગારી પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દાયકામાં આ ક્ષેત્ર 16 થી 17% વૃદ્ધિ દર સાક્ષી બનશે. ભારતમાં એનિમેશન,  ગ્રાફિક્સ,વીએફએક્સ, કોમિક ઉદ્યોગને સોળે કળાએ ખીલવવામાં એરેના એનિમેશનનો (મણિનગર  ,વસ્ત્રાપુર, શાહીબાગ) ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. જેઓ છેલ્લાં બે દાયકાથી ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ ઇન્ડસ્ટ્રી માં વિદ્યાર્થી ઓ ને ઉચ્ચ કક્ષા નું ભણતર આપી રહ્યાં છે અને આ ઇન્ડસ્ટ્રી ને ખુબ મોટું યોગદાન આપેલ છે

16fb700a b229 4a92 b0d0 ddcde5163a10

સેન્ટરના ડિરેક્ટર અનીશ શાહ હંમેશાથી ગુણવત્તાસભર શિક્ષણમાં માને છે અને હંમેશા વિદ્યાર્થીઓને સર્વશ્રેષ્ઠ શિક્ષા આપવા માટે કાયમ સમયાંતરે હાર્ડવેર- સોફ્ટવેરનું આધુનિકરણ કરે છે. ઉપરાંત તેઓ વિદ્યાથીઓનું ભણતર સાથે ગણતર થાય તેનું પણ ધ્યાન રાખે છે જેના ભાગ રૂપે અવારનવાર વર્કશોપ સેમિનાર , ઇન્ડસ્ટ્રીની મુલાકાત , એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરે છે જે થી ભણતરની સાથે સાથેજ ઇન્ડસ્ટ્રીનું પૂરતું નોલેજ મળે છે અને નોકરી કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે જોબ ફેરનું પણ આયોજન કરે છે .એરેના એનિમેશનમાં ગ્રાફિક,એનિમેશન ,VFX, ગેમિંગ માટે  પ્રોફેશનલ કોર્સીસ, કરિયર કોર્સ  તેમજ વિદ્યાર્થીઓને કારકિર્દીની વિપુલ તકો આપતાં ટૂંકા ગાળાના કોર્ષો જેવા તમામ પ્રકારના કોર્સની વિસ્તૃત શ્રેણી ઉપલબ્ધ છે , આ દરેક કૉર્સ માટે કોઈ વય કે ભણતર ની મર્યાદા નથી દરેક લોકો કરી શકે છે. કરિયર બનાવવા ઇચ્છુક લોકો માટે આ ખુબજ સૂવર્ણ તક છે જે ઓ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આપવામાં આવતા ભણતર અને વિદ્યાર્થી દ્વારા બનાવવા માં આવતા પ્રોજેક્ટ નું લાઈવ વર્ક જોઈ સાચો નિર્ણય લેવામાં ખૂબ જ સારું પડશે.

એનિમેશન મહત્વનું છે કારણ કે તે આપણને વાર્તાઓ કહેવા અને લાગણીઓ અને વિચારોને એક અનન્ય, સરળતાથી સમજવામાં સક્ષમ બનાવે છે જે નાના બાળકો અને પુખ્ત વયના લોકો સમજી શકે છે. એનિમેશન એ સમગ્ર વિશ્વમાં લોકોને એવી રીતે જોડવામાં મદદ કરી છે કે જે કેટલીકવાર લેખન અને લાઇવ-એક્શન ફિલ્મો કરી શકતી નથી. આજે, કોઈપણ ડ્રોઈંગ ટેબ્લેટ લઈ શકે છે અને વિશ્વને તેમના વિચારો બતાવી શકે છે

વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX) શું છે?

તમે ફિલ્મોમાં વાદળો વચ્ચે ઉડતા હીરો, હિરોઈન, હવામાં ઉડતી કાર, ખતરનાક પ્રાણીઓ સાથે લડતા માણસો, ધરતીકંપને કારણે મોટી મોટી ઈમારતો, આકાશમાં ક્રેશ થતા વિમાનો જોયા જ હશે. આ બધું VFX વિઝ્યુઅલ ઈફેક્ટ્સની અજાયબી છે. આ રોમાંચક અને ખતરનાક દ્રશ્યો VFX એનિમેશનની મદદથી જ શક્ય છે. જેઓ આ પ્રકારના કામમાં રસ ધરાવતા હોય તેમના માટે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ખૂબ જ સારો કારકિર્દી વિકલ્પ સાબિત થઈ શકે છે.

વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)માં કરિયર સ્કોપ

આ ક્ષેત્રોમાં જોબની હાલ ખુબ ડિમાન્ડ છે અને જોબ કરવા માટે, અઢળક પ્રોફાઇલ્સ મળશે, જ્યાં અનુભવ અને નોલેજ સાથે કામ કરી શકાય છે. અહીં મુખ્ય જોબ પ્રોફાઈલ્સ એનિમેટર, કમ્પોઝિટર, લાઈટિંગ આર્ટિસ્ટ, મોડેલિંગ આર્ટિસ્ટ, પ્રોડક્શન આસિસ્ટન્ટ, મેચમૂવ આર્ટિસ્ટ, મેઈટ પેઈન્ટર, ટેક્સચર આર્ટિસ્ટ, VFX સુપરવાઈઝર, VFX ડિરેક્ટર, VFX ટીમ લીડ, વેપન ડિઝાઈનર, એન્વાયર્નમેન્ટ ડિઝાઈનર, એક્સેસરીઝ ડિઝાઇનર, રિંગિંગ આર્ટિસ્ટ, રોટો આર્ટિસ્ટ વગેરે ખુબ સારી જોબ પ્રોફાઈલ્સ છે.

Share This Article