૧૪મી ઓગષ્ટ ૨૦૨૩ના ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામનું અંતર્ગત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સહયોગથી દેશભક્તિ ગીતોના કાર્યક્રમનું આયોજન સુવર્ણ મંદિર ઓલ્ડ હોમ આમલી, અમદાવાદ ખાતે કલાસૂર્યા ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મેહમાન પદે ગુજરાત રાજ્ય સહકારી સંઘના સીઈઓ ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત રહીને ઉદગમના પ્રયાસોની સરાહના કરી હતી.
ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુરભાઈ જોષીએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉદગમના સેવાકાર્યોની માહિતી આપવાની સાથે હર ઘર તિરંગા ની ઉદેશ્ય જણાવ્યો હતો.હાર્દિકા વાઘેલાએ આઇજીએનસીએના કાર્યોની માહિતી આપી હતી.
કાર્યક્રમના મુખ્ય ગાયિકા ડો. મિતાલી નાગ તથા ગાયક રાજ ગઢવી અને વિમલ ત્રીવેદીએ દેશભક્તિ ગીતો દ્વારા સર્વે શ્રોતાઓમાં જોશ ભરો દીધો હતો.,વંદે માતરમ, શ હૈ વીર જવાનો કા, હમ હોંગે કામયાબ, હે પ્રીત જહા કી રીત સદા, મેરા કર્મા તુ મેરા ધર્મા તુ, મેરા મુલ્ક મેરા વતન, ધરતી સુનેરી અંબર નીલા એ મોસમ રંગીલા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા જેવા વિવિધ દેશભક્તિ ગીતો જોશભેર ગાઈને સર્વે શ્રોતાજનોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા. કલા સૂર્યા ફાઉન્ડેશનના સંગીતાબેન પટેલે આભાર દર્શન કર્યું હતું. ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના મનોજભાઈ જોષી, ચાણક્ય જોષી, દિક્ષિત જોષી, કીરાત જોષી ઉપસ્થિત રહ્યા હતા.