સ્વસ્થ અને બહેતર સમુદાયનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુલક્ષીને, દેશની અગ્રણી FMCG ડાયરેક્ટ સેલિંગ કંપનીઓમાંથી એક એમવે ઇન્ડિયાએ સ્થાનિક બ્લડ બેંકો અને હોસ્પિટલોના સહયોગથી કોલ્હાપુર, રાયપુર, ભોપાલ, રાજકોટ, નાંદેડ, ભિલાઇ અને વડોદરામાં રક્તદાન શિબિરોનું આયોજન કર્યું હતું. આ શિબિરો યોજવાનો મૂળ ઉદ્દેશ લોકોમાં રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાની સાથે સાથે સ્થાનિક બ્લડ બેંકોમાં પુરવઠો પહોંચાડવાનું હતું
આ શિબિરોને એમવે ઇન્ડિયાના ડાયરેક્ટર સેલર્સ અને ગ્રાહકો તરફથી ખૂબ જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો જેમણે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સહકાર આપ્યો હતો.
એમવે ઇન્ડિયાના ઇસ્ટ એન્ડ વેસ્ટ પ્રદેશના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ચંદ્ર ભૂષણ ચક્રવર્તીએ આ પહેલ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “એમવે ખાતે, અમે ચોક્કસપણે લોકોને એકજૂથ કરીને સકારાત્મક પરિવર્તન લાવી શકીએ અને સમુદાયને સહકાર આપી શકીએ છીએ. આ શિબિરમાં જેમણે ભાગ લીધો અને તેને સફળ બનાવી તે સૌ સ્વયંસેવીઓના અમે ખૂબ જ આભારી છીએ. હું એ તમામ મેડિકલ સ્ટાફનો પણ આભાર માનુ છુ જેમણે ખૂબ જ ધીરજ અને કાળજી સાથે આ પહેલમાં સહકાર આપ્યો અને મને વિશ્વાસ છે કે આ પહેલથી સંખ્યાબંધ લોકોનું જીવન બચાવી શકાશે.”
વર્ષોના સમય દરમિયાન, એમવે દ્વારા પોષણલક્ષી હસ્તક્ષેપો અને જાગૃતિ કાર્યક્રમોમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવે છે. કંપનીએ પોતાના વિશ્વવિખ્યાત પાવર ઓફ 5 કાર્યક્રમને પાયાના સ્તરોના હસ્તક્ષેપોના ઉપયોગ અને બાળપણમાં કુપોષણને નાથવા માટેના ઇનોવેશન્સનો ઉપયોગ કરીને ભારતમાં અમલીમાં મૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં, એમવે ઇન્ડિયાએ માઇક્રોન્યૂટ્રીએન્ટ સપ્લિમેન્ટ – ન્યૂટ્રિલાઇટ લિટલ બાઇટ્સ™ની શરૂઆત કરી હતી, જે એનેમિયા જેવી માઇક્રોન્યૂટ્રિએન્ટ સંબંધિત ઉપણ દૂર કરવામાં મદદરૂપ થવા માટે જરૂરી વિટામીન અને ખનીજતત્વો આપે છે.