સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. ના CSR હેઠળ ગુજરાત પ્રદેશના પૂર્ણકાલિકના પ્રશિક્ષણ વર્ગનું આયોજન તા. ૪ ઑગસ્ટ ૨૦૨૪ના AMA, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. સ્વદેશી જાગરણ મંચના અખિલ ભારતીય અધિકારી સહ સંગઠક અને પ્રચારક સતીશજી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠક મનોહરજી ઉપસ્થિત રહ્યા હતા. માનનીય સતીશજીએ તેમના પ્રસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે જે પ્રમાણે કોરોનાની વેક્સિન કોવિશીલ્ડ હતી, તે પ્રમાણે બેરોજગારીની વેક્સિન એન્ટરપ્રિન્યોરશિપ છે. સ્વાવલંબી ભારત અભિયાન ત્રણ મુખ્ય આયામ ઉપર કાર્ય કરે છે. પૂર્ણ રોજગાર યુક્ત ભારત, ગરીબી મુક્ત ભારત અને સમૃદ્ધિ યુક્ત ભારત.
ભારત દેશે આઝાદી પછીના વર્ષોમાં પ્રગતિ ચોક્કસ કરી છે સમૃદ્ધિ પણ વધી છે પરંતુ અસમાનતા પણ ખૂબ વધી છે 2010 ના ઓઇસીડી સ્ટડી પ્રમાણે માત્ર 360 લોકો પાસે દુનિયાની 700 કરોડ લોકો જેટલી સંપત્તિ હતી. જ્યારે 2021 માં આ દુનિયાની અડધી સંપત્તિ માત્ર નવ લોકો પાસે છે. આ આંકડા જ આપણને સમૃદ્ધિમાં અસમાનતા દર્શાવે છે એ ઉપરાંત એન્ટરપ્રિન્યોરશિપનું અત્યારનું મોડેલ એ વિદેશી મોડેલ છે જ્યારે ભારતનું સનાતન પરંપરાનું મોડેલ એકબીજા પર આધારતી ટકાઉ વિકાસ છે. ભારતમાં ભારતીય જૈવિક ઉદ્યમિતા હોવી આવશ્યક છે આપણો લક્ષ્ય છે દરેક યુવા ઉદ્યમી બને.ગુજરાત પ્રદેશના સ્વાવલંબી ભારત અભિયાનના મુખ્ય સંરક્ષક તરીકે ડો. મયુરભાઈ જોષીએ ગુજરાત પ્રાંત, સૌરાષ્ટ્ર પ્રાંત અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં જિલ્લા સ્વાવલાંબન કેન્દ્રના દ્વારા યુવાનોને સ્વાવલાંબન તરફ વાળીને વ્યવસાય સ્થાપવા અને ચલાવવા સારું વિવિધ લોકોને જોડીને સક્રિયપણે મદદ કરવાનું રેહશે.
પ્રસ્તુત બેઠકમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતના કુલ ૧૪ જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ગુજરાતમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તેમજ તે કેવી રીતે કાર્ય કરશે તેની રૂપરેખા વિશેની વિગતે ચર્ચા મનોહરજી, હાર્દિકભાઈ વાછાણી, ડો. મયુરભાઈ જોષી, ડો. દિપેનભાઈ કોન્ટ્રાક્ટર, ડો. સત્યજિતભાઈ દેશપાંડેએ કરી હતી. ગુજરાત પ્રદેશના સંયોજક હસમુખબાઈ ઠાકરે, ડો. મયુરભાઈ જોશીની સ્વાવલંબી ભારત અભિયાનના મુખ્ય સંરક્ષક અને ગુજરાત પ્રાંતના સહ સંયોજક મનસુખભાઈ પટેલ અને સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક યશભાઈ જસાણીએ વિવિધ દાયિત્વની ઘોષણા કરી હતી.
અંતિમ સત્રમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લએ યુવાઓને સ્વરોજરી તરફ વાળવા માટેના સ્વાવલંબી ભારત અભિયાન સારું સ્વદેશી જાગરણ મંચની પ્રસંશા કરીને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.