વૈશ્વિક ક્ષેત્રે ઉભરતા ભારતીય આર્થિક મોડલ ઉપર સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક આર સુન્દરમ ના વક્તવ્યનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ના સેન્ટર ફોર આરોગ્ય, સંસ્કૃતિ અને વ્યક્તિત્વ વિકાસ તથા સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે વૈશ્વિક ક્ષેત્રે ઉભરતા ભારતીય આર્થિક મોડલ ઉપર સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક આર સુન્દરમ ના વક્તવ્યનું આયોજન ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખાતે કરવામાં આવેલ હતું.

IMG 20231124 WA0080

સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંયોજક આર સુંદરમ વ્યવસસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ૧૪ વર્ષની ઉંમરથી સમાજ સેવા કરી રહ્યા છે. તમે વ્યક્તિ છો… અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં તેઓ નિષ્ણાત તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણની વ્યાપક સમજ ધરાવતા સુંદરમજીએ તેમના સંબોધનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી શેર કરી. તેમણે ભૂતકાળ અને વર્તમાન સમયની આર્થિક કટોકટી અને તેના ઉકેલો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત, ભારતની આર્થિક વ્યવસ્થાના વિવિધ પાસાઓ પર જ્ઞાનમાં વધારો કર્યો.

IMG 20231124 WA0074

COVID19  પહેલા અને બાદના વિશ્વનો આર્થિક મોડલ ખૂબ જ અલગ છે અત્યારે વિશ્વ 6 મુખ્ય ચેલેન્જીસ સાથે કામ કરી રહ્યું છે તેના કારણે વૈશ્વિક રીતે મંદીનો માહોલ છે પરંતુ ભારતની જનતા અને ખાસ કરીને યુવાનો અમૃતકાલમાં સુવર્ણમય ભારત બનાવવા માટેનું મુખ્ય બળ છે તેઓએ સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન ની વાત કરતા યુવાનોને પોતાનો વ્યવસાય જરૂર કરીને રોજગાર પ્રદાતા બનવા માટે અપીલ કરી હતી.

ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય ના કુલપતિ રમાશંકર દુબે એ સ્વામી વિવેકાનંદજીએ ટાટાને તેલ પ્રાંત નાખવા માટે પ્રોત્સાહિત કર્યા ત્યારથી ભારતના એસએસસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારત બનાવવાના અભિયાનના કારણે યુવાનોના 98000 સ્ટાર્ટ અપ દ્વારા ભારતનું નવું આર્થિક મોડલ વિકસી રહ્યું છે જે ભારતને વૈશ્વિક સ્તરે સ્વર્ણિમ ભારત બનાવશે.

IMG 20231124 WA0075

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના સેન્ટર ફોર આરોગ્ય સંસ્કૃતિ અને વ્યક્તિત્વ વિકાસના નિયામક ડો. અતનુ મહાપાત્રાની સાથે સ્વદેશી જાગરણ મંચના ગુજરાત પ્રાંતના પ્રચાર પ્રમુખ ડો. મયુરભાઈ જોષીએ ભારે જેહમત ઉઠાવી હતી. કેન્દ્રીય વિદ્યાલયના માં સંસ્કૃતના પ્રાધ્યપક ધીરેન્દ્ર મિશ્રાએ આભાર વિધિ કરી હતી.

Share This Article