3 થી 11 ઓક્ટોબર 2024 સુધી ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ હેઠળ, ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની લિમિટેડ સખી મંડળ ની બેહનો માટે માર્કેટિંગના ભાગ રૂપે રાષ્ટ્રીય કક્ષા ના 2 સરસ મેળા અને પ્રાદેશિક કક્ષાના 10-12 સરસ મેળાઓ કરે છે. પણ આ વર્ષે એમાં વધારો કરીને દિવાળી શોપિંગ ફેસ્ટિવલ, મોટા મોલમાં સખી માર્કેટ, ફ્લી માર્કેટ, ઇન્ડેક્સ્ટ-સીના મેળાઓ, ટૂરિઝમ ના કાર્યક્રમો વગેરે મા પણ જગ્યા મેળવીને સખી મંડળો માટે વસ્તુઓના વેચાણ અને બ્રાન્ડિંગ ની વ્યવસ્થા કરી છે.
એનાજ ભાગરૂપે નવરાત્રી મહોત્સવ 2024 જે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ હેલ્મેટ ચાર રસ્તા પાસે અમદાવાદ ખાતે આ વર્ષે ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની હેઠળ આયોજિત આ પેવિલિયન – સરસ મેળો 2024 – 3 ઓક્ટોબર થી 11 ઓક્ટોબર સુધી, જ્યાં રાજ્યભરના સ્વયં સહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરવામાં આવેલ અનોખી કળા અને હસ્તકલા દર્શાવે છે. આ મંચ દ્વારા ગ્રામીણ મહીલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળે છે. આ સરસ મેળાનું થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલાવારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના સખી મંડળો થકી ઉત્પાદિત ચીજ -વસ્તુઓનો ડિજિટલ કેટલોગનો લોકાર્પણ પણ અહીંથી આવ્યું છે. સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન કરતા ‘થીમ પેવેલિયન’ તથા ‘સખી આર્ટિસ્ટ્રી’ પ્રોડક્ટ કેટલોગનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરસહસ્તે કરવામાં આવ્યું થીમ પેવેલિયન આકર્ષણ ની વિગત – આ પેવેલીયન 3 ઓક્ટોબર થી 11ઓક્ટોબર સુધી કુલ 450 ચોરસ મીટર વિસ્તારમાં ઊભી કરવામાં આવશે.
- આ પેવેલિયનમાં 22 સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે.
- સરસ મેળા યાદગિરી રૂપે એક આકર્ષક બ્રાન્ડિંગની જગ્યાએ 2 ફોટો કોર્નર્સ છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકે છે. સરસ મેળાની ઓળખ સમુ “I Love Saras” ફોટોબૂથ ખાસ આકર્ષણ ધરાવે છે.
- હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. અહીં ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા હાથ ધરાતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવામાં મળે તે માટે પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન મુકવામાં આવેલ છે.
- 2 ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી પ્રાપ્ત થશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે.
નવરાત્રી મહોત્સવ, જે ગરબા અને ડાંડીયા રાસ રમઝટ માટે પ્રખ્યાત છે, તે પરંપરાગત ઉત્સવોને ગ્રામીણ હસ્તકલા સાથે જોડે છે. સરસ મેળા થિમ પેવિલિયન દ્વારા આ મંચ સામાજિક અને આર્થિક સમાવેશને પ્રોત્સાહન આપે છે, ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ હેલ્મેટ ચારસ્તા પાસે ના આ ગરબામા દર રોજ 30 થી 40 હજાર લોકો વિઝિટ કરે છે જેથી આ 22 સ્ટોલની બેહનોને સારુ માર્કેટ પણ મળશે જે ભારતની વૈવિધ્યસભર હુનર જાળવી રાખવામાં અને ઉજવવામાં મદદરૂપ બનશે. વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ સરસ મેળો 2024, ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ હેલ્મેટ ચાર રસ્તા પાસે અમદાવાદ તા: 3 Oct થી 11 Oct 2024 સાંજે 8 વાગ્યાથી.