ટપાલ ખાતાના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીએસ અદાલતનું આયોજન કરવા જઈ રહ્યું છે. પેન્શન અને એનપીએસ બદાલતનું આયોજન તારીખ ૨૮/૦૬/૨૦૨૪ના રોજ સવારે ૧૧ઃ૩૦ (સાડા અગિયાર) કલાકે પોસ્ટ માસ્તર જનરલ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ રાજકોટ-૩૬૦૦૦૧ની ઑફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી ૩જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ ૩૬૦૦૦૧ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.

Share This Article