અમદાવાદ : અમદાવાદ શહેરમાં કન્ઝ્યુમર કોર્ટે પોલિસી ભારતના કેન્સરની સારવાર માટે ક્લેઇમની ચુકવણી કરવા ઇન્સ્યોરન્સ કંપનીઓને આદેશ કરી દીધો છે. સારવાર માટે ચુકવણી કરવા કંપનીને આદેશ કરવામાં આવતા દર્દીને મોટી રાહત થઇ શકે છે. કેન્સર માટે એકમાત્ર કારણ તમાકુના ઉપયોગ નથી તેવું તારણ પણ આપવામાં આવ્યું છે. કન્ઝ્યુમર કોર્ટે તારણ આપતા કહ્યું છે કે, તમાકુનો ઉપયોગ મુખના કેન્સર માટે એકમાત્ર કારણ હોઈ શકે નહીં.
ફરિયાદી કનૈયાલાલ મોદી તમાકુનું સેવન કરતા હતા. છેલ્લા ચાર વર્ષથી ધુમ્રપાન કરતા હતા અને તમાકુનો ઉપયોગ કરતા હતા. અમદાવાદ શહેરમાં કન્ઝ્યુમર ડિસપ્યુટ રિડ્રેશલ ફોરમે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને હેલ્થ ઇન્ડિયા ટીપીએ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડને ૧.૧૨ લાખ રૂપિયા મોદીને ચુકવી દેવા આદેશ કર્યો છે. ડિસેમ્બર ૨૦૧૪માં મુખના કેન્સર માટે તેમની સર્જરી માટે મોદીએ ૧.૧૨ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોર્ટે ઠેરવ્યું હતું કે તેમના દાવાને ફગાવી દેવાની બાબત યોગ્ય છે.
સર્વિસમાં પણ ખામી છે. સાથે સાથે અયોગ્ય કારોબારી પ્રથા છે. તેવો આદેશ કરાયો હતો કે, વિમા કંપનીઓને માનસિક અત્યાચાર, સતામણી અને કાયદાકીય ખર્ચ માટે વળતર તરીકે વધારાના ત્રણ હજાર રૂપિયા ચુકવવામાં આવે તે પણ જરૂરી છે. ઓન્કોલોજી સેન્ટરમાં સારવાર લીધા બાદ મોદીએ રકમ માટે દાવો કર્યો હતો. કંપનીએ તબીબના સર્ટિફિકેટ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ તરફથી Âક્લનિકલ હિસ્ટ્રી સીટના તારણો આપીને ક્લેઇમને ફગાવી દીધા હતા. આમા જણાવવામાં આવ્યું હતું કે, મોદી તમાકુ ખાવાની ટેવ ધરાવતા હતા જે પોલિસીની શરતોનો ભંગ કરે છે. મોદીએ દલીલ કરી હતી કે, તબીબોનું પ્રમાણપત્ર દર્શાવે છે કે, તેમને તમાકુની ટેવ છે પરંતુ એવો ઉલ્લેખ કરાયો હતો કે તેમના કેન્સર માટે એકમાત્ર કારણ તરીકે આ ટેવ હોઈ શકે નહીં.