ડોન દાઉદના નજીકના સાથીને પ્રત્યાર્પણ કરીને ભારત લવાશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બેંગકોક થાઈલેન્ડમાં એક અપરાધિક કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો એક નજીકનો સાગરિત પાકિસ્તાની નથી બલ્કે ભારતીય નાગરિક છે. સઈદ મુઝક્કિર મુદસ્સર હુસૈન ઉર્ફે મોહમ્મદ સલીમ અને મુન્ના ઝિંગડા દાઉદની ડી કંપનીના એક હિસ્સા તરીકે રહ્યો છે. તેને હવે પ્રત્યાર્પણ કરીને ભારત સોંપવામાં આવનાર છે. થાઈલેન્ડે આ અંગેની તૈયારી દર્શાવી દીધી છે.

ભારતમાં મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ અપરાધી દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલના નજીકના સાથી તરીકે ઝિંગડાને ગણવામાં આવે છે. મુન્ના ઝિંગડા બનાવટી પાકિસ્તાની પાસપોર્ટના આધાર પર બેંગકોક ગયો હતો. વર્ષ ૨૦૦૦થી તે ત્યાની જેલમાં બંધ છે. તેના ઉપર દાઉદના દુશ્મન છોટા રાજનની હત્યા કરવાના કવતરા ઘડી કાઢવાનો આરોપ રહ્યો છે. ઝિંગડાના પિતા મુદસ્સર હુસૈનની ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં મોટી ભૂમિકા હતી.

પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું રક્ષણ પણ તેને મળેલું છે. મુન્ના ઝિંગડાની સજાને પહેલા ૩૪ વર્ષ કરી દેવામાં આવી હતી. થાઈલેન્ડમાં પાકિસ્તાની મિશને ફરીથી તેને લઇને સફળતા મેળવી હતી. તેની સજા ૨૦૧૬માં ઘટાડીને ૧૮ વર્ષ કરવામાં આવી હતી. પ્રત્યાર્પણ માટે કામગીરી થતી રહી છે. ડિસેમ્બર ૨૦૧૬માં તેને મુક્ત કરી દેવાની યોજના હતી.

Share This Article