અમદાવાદ: નવરાત્રિ મહોત્સવને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા પોલીસ તંત્ર પણ સજ્જ છે. ગરબાના આયોજકો સાથે અનેક બેઠકો યોજાઈ ચુકી છે. આયોજકોને કેટલીક સુચનાઓ પણ આપવામાં આવી છે. તમામ પ્રકારની તૈયારીઓ અંગે માહિતી આપવા પહેલાથી જ તેમને કહેવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા ગરબા આયોજકોને ગરબાના સ્થળોએ સીસીટીવી કેમરા સહિતના સુરક્ષા ઉપકરણો લગાવવા સ્પષ્ટ અને કડક તાકીદ કરવામાં આવી છે. વધુમાં, પોલીસે ગરબા આયોજકોને ગરબા સ્થળો પાસે પા‹કગની વ્યવસ્થા અને સલામતી પણ ચુસ્ત રાખવા તાકીદ કરી છે. આ વખતે નવરાત્રિને લઇ શહેરમાં અને એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં ગયા વર્ષની સરખામણીમાં ઓછા સ્થળોએ ગરબાની મંજુરી આપવામાં આવી છે. પા‹કગ અને અન્ય મુદ્દાઓને લઇને ઓછી અરજીઓ આ ખતે થઇ છે. નવરાત્રિના દિવસો દરમ્યાન રાત્રિના સમયે પણ પોલીસનો લોખંડી ંબંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ જારી રહેશે. નવરાત્રિ મહોત્સવને લઇ શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ગરબા આયોજકો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
પોલીસે આયોજકોને ગરબાના સ્થળોએ સીસીટીવી કેમેરા, પીટીજુ કેમેરા, મેટલ ડિટેકટર સહિતના સુરક્ષા ઉપકરણો લગાવવા કડક તાકીદ કરી છે. સાથે સાથે શહેરના માર્ગો પર ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાય નહી તે માટે પાર્કિગની અલાયદી વ્યવસ્થા અને સલામતીને લઇને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવા તેઓને તાકીદ કરવામાં આવી છે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અંધ, અપંગ કે વિકલાંગ તેમ જ સીનીયર સીટીઝન વ્યકિતઓ માટે પોલીસ ખાસ સેવામાં રહેશે. તેઓની તકલીફ વખતે પોલીસ તેમની સેવાની ભૂમિકામાં સજજ રહેશે. યુવતી અને મહિલાઓની સુરક્ષા માટે ખાસ મહિલા સ્કવોડની રચના કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ વખતે નવરાત્રિ દરમ્યાન અનેક સ્થળોએ ગરબાની મંજુરી આપવામાં આવી ચુકી છે.