છેલ્લા ૧૧૮ વર્ષમાં ૨૦૧૯ બીજુ એવું વર્ષ છે જ્યારે દિલ્હીમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. ઠંડીનો આવો જ પ્રકોપ દેશના અન્ય રાજ્યોમાં પણ અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ કડકડતી ઠંડીથી હાલ કોઇ રાહત મળી શકે તેવી શક્યતા ખુબ ઓછી છે. વિભાગે જાહેર કરેલા પોતાના અનુમાનમાં જણાવ્યું છે કે, આગામી બે દિવસ સુધી દેશના અલગ અલગ ભાગોમાં ઠંડીની સ્થિતિ કેવી રહેશે.
રાજધાનીમાં ખુબ જ ઠંડી પડી રહી છે પરંતુ હાલ આ ઠંડી તરફથી રાહત મળવાની કોઇ જ શક્યતા જોવા નથી મળી રહી. હવામાનનાં પૂર્વાનુમાન અનુસાર દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, વેસ્ટ યૂપી, ઇસ્ટ યૂપી, નોર્થ રાજસ્થાનમાં ઠંડીના કારણે ઓરેન્જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. આ તમામ સ્થળો પર ખુબ જ ઠંડી પડવાની સંભાવના છે.
આ દરમિયાન ઝાકળ ખુબ જ વધી શકે છે. વિજિબિલિટી ૫૦ મીટર અથવા તેનાથી ઘટી શકે છે. હવામાન વિભાગના અનુસાર ૨૭-૨૯ જેટલી ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. આ વર્ષે ડિસેમ્બરમાં તાપમાન ૧૯.૧૫ થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો એવું થાય છે તો આ સદીનું બીજુ સૌથી ઠંડો ડિસેમ્બર હશે. આ અગાઉ ૧૯૯૭માં તાપમાન ૧૭.૩ નોંધવામાં આવ્યું હતું અને ચંડીગઢ સૌથી ઠંડુ હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઠંડીના કારણે લોકોના દૈનિક જીવન પર પણ અસર પડે છે. ગાઢ ધુમ્મસ અને તડકો નહી નિકળવાનાં કારણે લોકો પરેશાનીનો સામનો કરવો પડે છે. ઓફીસ અથવા અન્ય કામથી બહાર નિકળનારા લોકો ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે.દિલ્હી જેવા શહેરોમાં કેટલીક શાળાઓમાં રજા અને કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવે છે. ધુમ્મસનાં કારણે લોકો ઘરની બહાર નિકળાનું પણ ટાળતા હોય છે. જો કે હાલ તો સરકાર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.