જે સ્ટાર્ટ અપની પાસે સ્થાયી ક્લાઇન્ટસ બેઝ નથી તેમના માટે ફંડ એકત્રિત કરવાની બાબત ખુબ પડકારરૂપ હોય છે. આજના સમયમાં બિઝનેસ અથવા તો કોઇ પણ પ્રકારના ધંધા અથવા તો કારોબારને વધારી દેવા માટે પૈસા સૌથી મહત્વપૂર્ણ હોય છે. જા ફંડ નથી તો કોઇ કામ કરવામાં મુશ્કેલી નડી શકે છે. જા કે કેટલાક જાણકાર લોકો અને બિઝનેસના ક્ષેત્રમાં સફળ રહેલા કારોબારીઓ માને છે કે બિઝનેસને ફેલાવવા માટે પૈસા સિવાય પણ વિકલ્પ રહેલા છે. જા કે તેના માટે કેટલીક બાબતો જરૂરી હોય છે. જા તમારી પાસે પોતાના આઇડિયામાં વિશ્વાસ છે તો તમે આ કામને કરી શકો છો.
આના માટે સૌથી પહેલા તો આપને ક્લાઇન્ટ બેઝને વધારી દેવાની જરૂર છે. આના માટે સોશિયલ પ્રુફનો તરીકો સૌથી શાનદાર રહેલો છે. જ્યારે સ્ટાર્ટ અપમાં અથવા તો બિઝનેસમાં રોકાણનો પ્રશ્ન આવે છે ત્યારે રોકાણકારકારો, વેન્ચર કેપિટલિસ્ટ અથવા તો બિઝનેસ પાર્ટનર જેવા વિકલ્પની વાત કરવામાં આવે છે. પરંતુ આ પરંપરાગત તરીકા કરતા પણ કેટલાક નવા તરીકા આધુનિક સમયમાં રહેલા છે. જેની મદદથી તમે બિઝનેસના ફેલાવા માટે ફંડ અથવા તો નાણાંની વ્યવસ્થા કરી શકો છો. જા કે ફંડના આ નવા વિકલ્પ એવી બાબત પર આધારિત રહે છે કે આપનો કારોબાર ક્યા સ્ટેજમાં પહોંચે છે. કેટલા કદમાં ફેલાયેલુ છે. બિઝનેસ માટે ફંડ એકત્રિત કરનાર વિકલ્પનો લાભ સિંગલ ઉદ્યોગ સાહસિકથી લઇને મોટા બિઝનેસમેન સુધી લઇ શકે છે. કેટલાક લોકો કહે છે કે જા તમારા સ્ટાર્ટ અપને ચાર વર્ષથી વધારે સમય થયો છે અને કસ્ટમર બેઝ ૧૫ હજારથી વધારે છે તો પ્રી લોન્ચ ડીલની સ્ટ્રેટજીનો ઉપયોગ કરી શકાય છે.
ફંડ એકત્રિત કરવાની આ રીતમાં ઉદ્યોગ સાહસિકને ક્લાઇન્ટ બેઝ સુધી પોતાના આગામી સર્વિસ અથવા તો પ્રોડક્ટસને લઇ જવાની જરૂર હોય છે. તેમાં ક્લાઇન્ટને પોતાની નવી સર્વિસ માટે ઓફર અથવા તો ડિસ્કાઉન્ટના માધ્યમથી જાડવમાં આવે છે. પ્રી લોંચ ડીલ સ્ટ્રેટેજીમાં ક્લાઇટથી એડવાન્સ બુકિંગ એમાઉન્ટ લેવામાં આવે છે. જેના કારણે આગામી સુવિધા માટે ફંડ જનરેટ કરવામાં આવે છે. આ સ્ટ્રેટેજી એ વખતે સફળ થાય છે જ્યારે આપના પ્રોડક્ટસમાં ગ્રાહકને વિશ્વાસ બેસે છે. સાથે સાથે તે આપની સાથે જાડાયેલા રહે છે. ઇ-કોમર્સ અથવા તો સર્વિસ પ્લેટફોર્મ પર સંબંધિત સેક્ટરની કંપનીઓની જાહેરાત અથવા તો પ્રમોશન જ એફિલિએટ માર્કેિટગ છે. જેના બદલે પ્લેટફોર્મ અથવા તો કંપની ઓનરને કમીશન મળે છે. આ કોન્સેપ્ટની શરૂઆત વર્ષ ૨૦૧૨માં કરવામાં આવી હતી. શરૂઆતમાં આનો ઉપયોગ માત્ર ઇ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે કરવામાં આવતો હતો. માર્કેટિંગના વધતા બજેટ અને વર્ક ફોર્સના કારણે હવે સર્વિસ, હેલ્થ, ઇન્સ્યોરન્સ, લોજિસ્ટિ સેક્ટરની કંપનીઓ પણ એફિલિએટ માર્કેટિંગનો ઉપયોગ કરવા લાગી ગઇ છે.
આપના સ્ટાર્ટ અપ આ સેક્ટરમાં ટ્રેડ કરે છે. તે ઉપયોગી બાબત છે. આપના સ્ટાર્ટ અપના મામલે કેટલાક વિકલ્પ ફાયદો કરાવી શકે છે. આધુનિક સમયમાં સૌથી મોટી સમસ્યા ફંડ એકત્રિત કરવા માટેની છે. સ્ટાર્ટ અપમાં વારંવાર ફંડ જરૂરી હોય છે. બિઝનેસને ફેલાવવા અને તેને ટકાઉ સ્થિતીમાં રાખવા માટે ફંડ સૌથી ઉપયોગી ભૂમિકા અદા કરે છે. પ્રી લોંચ ડીલ સ્ટ્રેટેજી યોગ્ય તરીકા છે. સ્ટાર્ટ અપ સાથે જાડાયેલા લોકો માટે કેટલીક સાવધાની રાખીને આગળ વધવામાં આવે તો ફાયદો થાય છે. ભારતામાં સ્ટાર્ટ અપની બોલબાલા આવનાર દિવસોમાં વધારે રહી શકે છે. કારણ કે સ્ટાર્ટ અપના કારોબારના કારણે ઝડપથી પૈસા આવી રહ્યા છે. સાથે સાથે લોકો પોતાના નવા નવા વિચારો સાથે કારોબારની શરૂઆત કરી રહ્યા છે. પોતે કારોબારના માલિક બની રહ્યા છે. સ્વતંત્ર રીતે કામ કરવાની તક મેળવી રહ્યા છે. સાથે સાથે બીજાને નોકરી પણ આપી રહ્યા છે.
આ તમામ બાબતોના કારણે યુવા પેઢી નોકરી મેળવી લેવાના બદલે હવે સ્ટાર્ટ અપ માટે વિચારી રહી છે. સરકાર દ્વારા પણ કારોબાર કરવા માટે જુદી જુદી પ્રકારની સહાયતા નાણાંકીય રીતે આપી રહી છે. જે રસ્તાને સરળ બનાવે છે.