અમદાવાદ : વસ્ત્રાલમાં ઉમિયામાતાજીની રથયાત્રા દરમિયાન ભાજપ અને પાસના કાર્યકરોના બે જૂથો વચ્ચે જારદાર ઘર્ષણ સર્જાતા ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. માતાજીની રથયાત્રા દરમિયાન ભાજપ અને પાસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને ઝપાઝપી અને મારામારી થતાં વાતાવરણ થોડીવાર માટે ડહોળાયું હતું. પાસના રોષે ભરાયેલા કાર્યકરોએ ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના મોટા પોસ્ટરો-બેનરો ફાડયા હતા તો, ભાજપના સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ પાસના અગ્રણીઓને ધક્કે ચડાવતાં બંને પક્ષે મામલો બીચકયો હતો અને બંને જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રામોલ પોલીસે તકેદારીના ભાગરૂપે પાસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી પરિસ્થિતિ થાળે પાડી હતી. જા કે, પોલીસની અટકાયતની કામગીરીને લઇ પાસના નેતાઓ અને અગ્રણીઓએ સરકારના ઇશારે દમનકારી નીતિ અપનાવાઇ રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.
વ†ાલમાં ઉમિયા માતાજીની રથયાત્રા દરમ્યાન પાસ અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચેનો મામલો એટલો તો બગડ્યો હતો કે, બંને જૂથોના કાર્યકર્તાઓ ખુલ્લા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. જા કે, પરિસ્થિતિ બેકાબૂ બને તે પહેલાં જ પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં લીધી હતી અને મામલો થાળે પાડયો હતો. ભાજપ અને પાસના જૂથ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે વાતાવરણ ડહોળાયું હતું અને લોકોમાં એક તબક્કે ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરી પાસના અગ્રણીઓ સહિત કેટલાક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી, બાદમાં ભારે સમજાવટ બાદ ાડયો હતો. પાસ અને ભાજપના જૂથ વચ્ચે ઘર્ષણના સમાચારને લઇ આજે ફરી એકવાર સ્થાનિક રાજકારણ ગરમાયું હતુ. પાસના કાર્યકરોની અટકાયત મુદ્દે પાસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકારના ઇશારે પોલીસ પક્ષપાતભરી દમનકારી નીતિ અપનાવી પાસના કાર્યકરોને ભોગ બનાવી રહી છે પરંતુ તેને સાંખી નહી લેવાય. પોલીસની અન્યાયી નીતિના વિરોધમાં પાસના સેંકડો કાર્યકરો મોડી સાંજે રામોલ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસનો હુરિયો બોલાવ્યો હતો. પાસના કાર્યકરોએ અટકાયત કરાયેલા પાસના અગ્રણીઓને તાત્કાલિક મુકત કરવા માટેની માંગણી કરી હતી.