નવી દિલ્હીઃ વિરોધ પક્ષો મોનસુન સત્રને લઇને આક્રમક તૈયારી કરી ચુક્યા છે. સરકારને ભીંસમાં લેવા માટે જારદાર યોજના તૈયાર થઇ ચુકી છે. સત્ર દરમિયાન સામાન્ય લોકો સાથે જાડાયેલા જુદા જુદા મુદ્દા ઉપર વિપક્ષી દળો વ્યાપક સહમતિ સાથે આગળ વધનાર છે.
તમામ વિરોધ પક્ષોના નેતાઓનું કહેવું છે કે, બંને ગૃહોની કામગીરી સાનુકુળરીતે ચાલે તે માટેની જવાબદારી સરકારની બને છે. રાજ્યસભામાં નાયબ અધ્યક્ષની ચૂંટણીમાં સત્તારુઢ ભાજપ દ્વારા વિલંબને લઇને વિપક્ષ રાહ જાવાની નીતિ અપનાવવા માટે ઇચ્છુક છે. સંસદના મોનસુન સત્રમાં બેરોજગારી, એમએસપી, કૃષિ સંકટ, મોબલિચિંગ, લઘુમતિઓ સાથે સંબંધિત મુદ્દોઓ, દલિતો અને આદિવાસીઓ ઉપર અત્યાચાર, પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતો સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. સર્વપક્ષીય બેઠકમાં પણ આ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.
રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાત કહી ચુક્યા છે કે, વિરોધ પક્ષોમાં એવા મુદ્દા પર સહમતિ છે કે, લોકો સાથે સંબંધિત મુદ્દાઓને ઉઠાવવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે.