છેલ્લા ચાર વર્ષમાં રાજનીતિ જેવી રીતે બદલાઇ રહી છે, તે જોઇને એક મોટો પ્રશ્ન સામે આવે છે કે વિપક્ષ ક્યાં છે. વિપક્ષના મજબૂત દાવેદાર કોંગ્રેસ હતું, પરંતુ 2014ની ચૂંટણીમાં 44 સીટ મેળવીને કોંગ્રેસને સંતોષ માનવો પડ્યો હતો. તે ચૂંટણી બાદ અત્યાર સુધી કોંગ્રેસ મજબૂત પક્ષ બનવાના પ્રયત્નો કરી રહી છે પણ તેમાં સફળતા નથી મળી રહી.
કોંગ્રેસ માટે આ હાર એ ફક્ત વિપક્ષનું પદ ગુમાવવા સુધી સીમિત નથી રહી, પરંતુ છેલ્લા ચાર વર્ષથી તે આ હારમાંથી બહાર આવવાના પ્રયત્નો કરી રહ્યુ છે. ચાર વર્ષમાં જુદા જુદા રાજ્યોમાંથી કોંગ્રેસની સત્તા છીનવાઇ ગઇ છે. ગયા વર્ષે ઉત્તરપ્રદેશમાં થયેલી હાર બાદ કોંગ્રેસ માટે પોતાની સત્તા ગુમાવવી પડી અને સાથે જ ઘણી લોકોએ પાર્ટી પણ છોડી દીધી હતી.
કોંગ્રેસની આ હાલત જોતા મોટો સવાલ એ ઉભો થયો છે કે આ વખતની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની સામે કોઇ વિપક્ષી પક્ષ હશે કે નહી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીની હાલત ખરાબ થઇ ગઇ છે. રાહુલ ગાંધીના ભાષણમાં તે એવું શું બોલી જાય છે કે જીત ભાજપની જ થાય છે. સોનિયા ગાંધી બાદ હવે રાહુલ ગાંધીએ પાર્ટીની ડોર પોતાના હાથમાં લીધી છે, જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદીએ બીડુ જડપ્યુ છે કે કોંગ્રેસમુક્ત ભારત બનાવીને જ રહેશે.